26 નવેમ્બર એ આપણા દેશનો સંવિધાન દિવસ છે, બંધારણ સભાની ડ્રાફ્ટ કમિટીના પ્રમુખ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ તૈયાર કર્યું હતું અને તેને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોંપ્યું હતું, આ પ્રસંગે વડાપ્રધાન ડૉ. પંડિત જવાહરલાલ નેહરુ, ગૃહ મંત્રી સરદાર પટેલ અને શિક્ષણ મંત્રી મૌલાના આઝાદ પણ હાજર હતા.
બંધારણ તૈયાર કરનારી સાત સભ્યોની સમિતિમાં એક સર સૈયદ મુહમ્મદ સાદુલ્લાહ સાહેબ પણ હતા, જેમણે બંધારણ તૈયાર કરવામાં ખૂબ જ મહેનત કરી, ખાસ કરીને અનુસૂચિત જનજાતિ અનામતના કિસ્સામાં, અંગ્રેજોએ કેટલીક આદિવાસી જાતિઓને ગુનાહિત જાતિ તરીકે ઓળખાવી અને તેમને ઘણીબધી સુવિધાઓથી વંચિત કરી દીધા હતા. અનેક સુવિધાઓ રાખી હતી.આઝાદી પછી બંધારણ બનાવતી વખતે પણ કેટલાક નેતાઓ તેમને વંચિત રાખવા માગતા હતા, તેઓ તેમને મતનો અધિકાર આપવાના પક્ષમાં પણ ન હતા. આવા સમયે જયપાલ મુંડાએ તેમની સામે જોરદાર અવાજ ઉઠાવ્યો અને તેમને ટેકો આપનારાઓમાં સર સૈયદ મુહમ્મદ સાદુલ્લાહ સાહેબ મોખરે હતા.
કોણ હતા સર સૈયદ મુહમ્મદ સાદુલ્લાહ સાહેબ :
-----------------------------------
સર સૈયદ મુહમ્મદ સદુલ્લાહ સાહેબને દેશ ભૂલી ગયો છે, એમનો ઉલ્લેખ સુદ્ધાં જોવા નથી મળતો, સરકારો પાસે તો મુસ્લિમો નેતાઓને યાદ કરવાની અપેક્ષા સુદ્ધાં ક્યાંથી હોય..!!!
સર સૈયદ મુહમ્મદ સાદુલ્લાહ સાહેબનો જન્મ 21મી મે 1885ના રોજ ગુવાહાટીમાં થયો હતો, તેમણે સોનારામ હાઈસ્કૂલ, ગુવાહાટીમાંથી ઈન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેસિડેન્સી કોલેજ કલકત્તામાં પ્રવેશ કર્યો, ત્યાંથી 1906માં રસાયણશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી. 1907માં કોટન કોલેજ, ગુવાહાટીમાં સહાયક પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઈ.1909 માં લેક્ચરરનું પદ છોડીને વકીલાત શરૂ કરી, 1909 થી 1919 સુધી ગુવાહાટી બાર કાઉન્સિલના સભ્ય રહ્યા, પછી કલકત્તા હાઈકોર્ટમાં ગયા અને ત્યાં 1924 સુધી વકાલત કરી.
પછી રાજકારણમાં આવ્યા અને 1923માં આસામના ધારાસભ્ય તરીકે ચૂંટાયા, જીત્યા બાદ 1924માં તેમને આસામના શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા, તેઓ 1929 સુધી શિક્ષણ મંત્રી રહ્યા, ત્યારબાદ તેમણે વિવિધ આયોગોની અધ્યક્ષતા કરી, 1938માં તેઓ આસામના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા 1942 સુધી રહ્યા. આસામ રાજ્યના વડા પ્રધાન રહ્યા પછી, પછી તેઓ તેમના મિત્ર મુહમ્મદ અલી ઝીણાની અપીલ પર મુસ્લિમ લીગમાં જોડાયા અને આસામ વિધાનસભામાં મુસ્લિમ લીગના નેતા તરીકે ચૂંટાયા. 1946 માં, તેઓ બંધારણ સભા માટે ચૂંટાયા હતા, તેઓ દેશના વિભાજનની તરફેણમાં ન હતા,માટે મુસ્લિમ લીગમાંથી રાજીનામું આપી દીધું.
બંધારણ સભામાં જ્યારે ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ નિર્માણ સમિતિની રચના કરવામાં આવી ત્યારે તેમને પણ સભ્ય બનાવવામાં આવ્યા, તેમણે એમનું કામ ખુબ જ લગનથી કર્યું જેનો પુરાવો સંવિધાન સભામાં આપેલ એમનું ભાષણ છે.
8 જાન્યુઆરી 1955ના રોજ તેમનું અવસાન થયું.
- ખુરશીદ અહમદ
Comments
Post a Comment