Skip to main content

જ્યારે સુભાષચંદ્ર બોઝે મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીના પગે પડી લીધા આશીર્વાદ


પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન 1 ડિસેમ્બર 1915 ના રોજ રાજા મહેન્દ્ર પ્રતાપની અધ્યક્ષતામાં પ્રવાસી ભારતીય સરકારની સ્થાપના કાબુલમાં કરવામાં આવે છે.જ્યાં રાજા મહેન્દ્ર પ્રતાપ રાષ્ટ્રપતિ,મૌલવી બરકતુલ્લાહ ભોપાલી પ્રધાનમંત્રી બને છે,ત્યાં મૌલાના ઉબૈદુલ્લાહ સિંધી તે સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવે છે.આ સરકાર વધારે દિવસો ચાલતી નથી અને વિશ્વ યુદ્ધ ખતમ થતાં જ તેની સાથે જોડાયેલા લોકો દુનિયાના અલગ-અલગ ભાગોમાં ફેલાઈ જાય છે.
ભારતની આઝાદી ખાતર દુનિયાના અલગ હિસ્સાઓમાં ભારતીયોને ગોળબંધ કરતાં 1927 માં મૌલવી બરકતુલ્લાહ ભોપાલીનું અમેરિકામાં અવસાન થઈ જાય છે.ત્યાં રાજા મહેન્દ્ર પ્રતાપ રાષ્ટ્રપતિ 32 વર્ષ જિલ્લા દેશનિકાલ રહ્યા.પછી 1946 માં પાછા ભારતના તટ પર મદ્રાસમાં પગ મૂકે છે.
આ બાજુ 1938 માં મૌલાના ઉબૈદુલ્લાહ સિંધી હિન્દુસ્તાનની આઝાદી ખાતર 25 વર્ષ દુનિયાના અલગ-અલગ ભાગોમાં દેશવટો ભોગવ્યા પછી જહાજથી પાછા હિન્દુસ્તાન આવે છે.તેમનું જહાજ કરાંચીના દરિયાકિનારે રોકાય છે.
જેના થોડા દિવસો પછી ડો.ઝાકીર હુસૈન મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીને દિલ્હી બોલાવી જામિયા મિલિયા ઇસ્લામિયામાં હેડ બનાવી દીધા,તેઓ દિલ્હીના ઓખલા વિસ્તારમાં રહેવા લાગ્યા.
ત્યાં જ એ દરમિયાન 1939 માં તેમને જમીઅત ઉલેમા ના બંગાળ પ્રાંતીય સંમેલન માટે કલકત્તા શાહ મુહમ્મદ ઉસ્માની દ્વારા બોલાવવામાં આવે છે.શાહ મુહમ્મદ ઉસ્માની લખ્યું કે જ્યારે આ વાતની ખબર સુભાષબાબુને થઈ તો તેમણે પોતાના સમર્થક અખબારોને સલાહ આપી કે જમીઅત ઉલેમા અને મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીના સમાચારો દિલ ખોલીને છાપે અને એવું જ થયું.સમાચારો ખૂબ છપાયા અને મોટી સંખ્યામાં દરેક જાતિ અને ધર્મના લોકો મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીને મળવા પહોંચ્યા.
એક દિવસ ખુદ નેતાજી સુભાષચંદ્ર બોઝ મુલાકાતની આશાએ મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીને મળવા પહોંચ્યા. શાહ મુહંમદ ઉસ્માનીએ લખ્યું છે કે આ વાત જેવી જ તેમને ખબર પડી કે તરત બહાર આવ્યા અને સુભાષબાબને ધીરેથી કહ્યું આજકાલ મૌલાના સાહેબ તરત જ નારાજ થઈ જાય છે એટલા માટે તેમનાથી કોઇ વાત પર બેહસ અને વિરોધ ના કરતા.આ વાત પર સુભાષબાબુએ જવાબ આપ્યો કે મૌલાના એ એટલી બધી તકલીફો ઉઠાવી છે કે કોઈપણ માણસનું દિમાગ ખરાબ થઈ જાય,એટલે જ તો ગુસ્સો પેદા થયો છે.હું તો બસ એમને મળવા ને આશીર્વાદ લેવા માટે આવ્યો છું. ત્યાર પછી તે અંદર દાખલ થાય છે અને મૌલાના પાસે પહોંચે છે.બંને હાથ જોડીને તેમનો સલામ અર્જ કરે છે, અને પછી ઝૂકીને મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીના પગે પડે છે અને આશીર્વાદ લે છે.હાર પહેરાવે છે અને ફળોની એક ટોકરી ભેટમાં આપે છે.ત્યારબાદ બેસીને બંને વાતચીત શરૂ કરે છે.
મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીએ સુભાષચંદ્ર બોઝને પૂછ્યું કે આજકાલ શું કરો છો? એના પછી તેમણે કહ્યું કે ફોરવર્ડ બ્લોક નામની એક પાર્ટી બનાવી રહ્યા છે.બંને વચ્ચે ઘણા લાંબા સમય સુધી વાત થઇ પછી સુભાષબાબુ ચાલ્યા ગયા અને એક દિવસ મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીને તેમના ઘરે બોલાવ્યા અને તેમની શાનદાર દાવત કરી.
આ મુલાકાત એટલા માટે મહત્વની છે કેમ કે મૌલાના ઉબૈદુલ્લાહ સિંધી 1915 ની આરજી હુકુમત એ હિંદમાં ગૃહ મંત્રી હતા,અને તેમના જ કદમો પર ચાલીને નેતાજી બોઝે આઝાદ હિંદ હૂકુમત કાયમ કરી.નેતાજી સુભાષચંદ્ર બોઝની આ સફર જાન્યુઆરી 1941 'ધ ગ્રેટ એસ્કેપ' થી શરૂ થાય છે,જ્યાં તેઓ કલકત્તાથી અંગ્રેજોને ચકમો આપી ફોરવર્ડ બ્લોકના સદસ્યોની મદદથી પેશાવર થઈ કાબુલ,અને પછી જર્મની પહોંચે છે.અહીંથી જાપાન જાય છે.આઝાદી હિંદ ફોજની કમાન સંભાળે છે.પછી શું થયું પૂરી દુનિયા જાણે છે.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...