Skip to main content

'જેનું જીવન ધૂપસળી છે,અંત લગી એ જાત બળી છે'

 


દેશપ્રેમના કારણે અમેરિકાનું ગ્રીનકાર્ડ કેન્સલ કરી માતૃભૂમિ વડોદરામાં જ વસી ગયેલા ડૉ. જે.એસ. બંદુકવાલા,સમાજ સુધારક, જેમણે 2007માં નિવૃત્ત થયા ત્યાં સુધી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ન્યુક્લિયર ફિઝિક્સ ભણાવ્યું હતું.વર્ષો સુધી ગરીબ, કચડાયેલા, પીડિત-શોષિત-વંચિત બાળકોના શિક્ષણ માટે દિલોજાનથી કુરબાની આપી. કોઈપણ જાતના ભેદભાવ વગર લોકોની સેવા કરી. એમણે ઘણા વિરોધ-સંઘર્ષોનો સામનો કર્યો હોવા છતાં એમના ચાહનારાઓની સંખ્યાની કમી નથી. વડોદરામાં શિક્ષણની ધૂણી ધખાવી અવિરત કામ કરતા રહ્યા. એમના જવાથી અનેક શિક્ષણ વંચિત બાળકોને મોટું નુકસાન થયું છે. ગુજરાત અને શિક્ષણ જગતને એમની ખોટ વર્ષો સુધી સાલસે. ભલે એમને કોઈ એવોર્ડ ન મળ્યો હોય,પણ એનાથી વિશેષ વ્યક્તિત્વ હતું.

1972માં એક અતિ તેજસ્વી મુસ્લિમ છોકરો અમેરિકામાં ન્યૂક્લિયર ફીઝીકસ વિષયમાં પી.એચ.ડી.કરે છે. ત્યાં જ એસોસિએટ પ્રોફેશર તરીકે કારકિર્દી શરુ કરે છે. સામે સુરક્ષિત,ખુશહાલ અને સમૃદ્ધ ભવિષ્ય હતું. કેમ કે વૈજ્ઞાનિકોની કદર અમેરિકા જેવી અને અમેરિકા જેટલી આજ સુધી કોઈ દેશ નથી કરી શક્યુ. તે છોકરો એક ચર્ચમાં જાય છે. ત્યાં એક નન સાથે તેનો ભેટો થાય છે. નન એક સલાહ આપે છે. "ત્યાં તારા વતનમાં ,તારા સમાજમાં , એક કચડાયેલા વર્ગને તારી જરુર છે. તું અંહી શું કરે છે?". યુવકનું હ્રદય પરિવર્તન થાય છે. તે તેની પત્નીના સખ્ત વિરોધને દરકિનાર કરીને ગ્રીન કાર્ડને તોડી નાખે છે અને પોતાના વતન ભારત પરત ફરે છે. વડોદરા(તે વખતનું બરોડા)ને તે પોતાની કર્મભૂમિ બનાવે છે. તે વખતે બરોડા યુનિવર્સિટીમાં ફીઝીકસને જ કોઈ જાણતુ નહોતુ અને તે યુવાન ન્યુક્લિયર ફીઝીકસનો પોતાના જ્ઞાનનો ભંડાર ભારતમાં વહેંચવા આવે છે. તેમના હાથ નીચે હજારો ભારતીય વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા. પણ ઉડીને આંખે વળગે તેવુ ઉદાહરણ હતુ 2009ના કેમેસ્ટ્રીના નોબેલ પ્રાઇઝ વિજેતા વેંકી રામાક્રિષ્નન. યેસ્સ વેંકીએ બી.એસ.સી. બરોડાથી કર્યુ હતુ. 1973માં તેમને મેડિકલ અને આઇ.આઇ.ટી.માં પ્રવેશ ન મળતા બરોડા આવ્યા હતા. તે વખતે વેંકીને જો પેલો યુવા પ્રોફેસર ન મળતો તો શું એ ન્યુક્લિયર ફીઝીકસમાં આટલો આગળ વધી શકતો?? ખેર ભણાવવાની સાથે સાથે તે યુવાનની પોતાના સમાજની નિરક્ષરતા અને અજ્ઞાનતા ત્થા બંધિયારપણું જોઈને ચિંતાઓ વધતી જાય છે. તે સૌથી પહેલો પોતાની જ્ઞાતિમાં પ્રસરેલી અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવે છે. અને તરત ઈનામ મળે છે "નાત બહાર". પણ તે યુવાન હિમ્મત હાર્યા વગર બમણી ત્વરા સાથે સામાજિક મુદ્દાઓ માટે અવાજ ઉઠાવે છે. ન્યૂક્લિયર ફીઝીકસના પી.એચ.ડી. માટે આખી દુનિયાના બધા દેશો પોતાના દ્ધાર ફુલની જગ્યાએ દિલ બીછાવીને ખુલ્લા રાખે છે. આ ક્ષેત્રના વૈજ્ઞાનિકોને જે તે દેશની સરકારો પ્રલોભનો ઓફર નથી કરતી પણ કોરા દસ્તાવેજ સહી કરીને આપે છે કે "લો તમે શરતો લખો અમારા દેશમાં કામ કરવાની". સ્વાભાવિકપણે આવી જ દરખાસ્ત 'અપને વાલા હે' વિચારીને પાકિસ્તાન સહિત અનેક મુસ્લિમ દેશોએ તેમની સમક્ષ મુકી હતી. પણ જિંદગીનો ધ્યેય બદલી ચૂકેલા પ્રોફેસરે લોભામણા પ્રસ્તાવો અને કોઈ પણ દેશના મોસ્ટ વી.વી.આઇ.પી. નાગરિક બની શકવાની હકિકતો સામે નજર સુધ્ધા નાંખ્યા વગર ધરાર ઈનકાર કરીને શિક્ષક તરીકે અને સામાજિક કાર્યોમાં જીવન વ્યતિત કરવા ધૂણી ધખાવી દીધી હતી. અને જિંદગી દેશને સમર્પિત કરવાનુ નક્કી કરી નાંખ્યુ હતુ. જે કાર્ય તેમને નિવૃત્તિ સુધી ફીઝીકસના પ્રોફેસર તરીકે સતત પ્રગતિશીલ રહીને જાળવી રાખ્યુ. અમેરિકાથી પરત ફર્યા પછી તેમને સૌથી પહેલુ કામ મોર્ડન એજ્યૂકેશન પ્રણાલી અસ્તિત્વમાં આવે તે દિશામાં શરું કર્યુ. જે આજ સુધી ચાલુ જ છે. બીજું તેમનું મહત્વનુ કાર્ય હતુ દેશની અંધ ધાર્મિકતા કે જેનાથી દેશનો વિકાસ અટકેલો લાગતો. જુનવાણી અને બંધિયાર કટ્ટરવાદી વિચારોનો તેમને જાહેરમાં સતત વિરોધ દર્શાવી આર.એસ.એસ અને રુઢિવાદી મુસ્લિમ મોલ્વીઓ માટે તેઓ સતત અદેખાઈનુ પાત્ર બનતા રહ્યા. સમાજનાં દબાયેલા અને કચડાયેલા વર્ગ માટે તેમને ઈન્ડિયન એકસપ્રેસ અને ધ ટેલિગ્રાફ જેવા માધ્યમો દ્ધારા અવાજ ઉઠાવ્યો. દલિતો માટેની તેમની લડતને કારણે 1983માં દલિત નેતા કાંશીરામ સ્પેશિયલી તેમને મળવા વડોદરા પધાર્યા હતા. ભારતીયોના માનવ અધિકાર અને વિકાસ માટે તેઓનો અવાજ હંમેશા નિડર અને બુલંદીથી ઉઠતો. 1985માં બહુ ચર્ચાસ્પદ શાહબાનો કેસમાં તેમને ઘરડી શાહબાનોના ભરણપોષણ માટે આપેલા સુપ્રીમ કોર્ટનાં ચૂકાદાની સંપૂર્ણ તરફેણ કરી હતી. મહિલાના ભરણપોષણ માટે શરિયતના લૉમાં સુધારા કરવા હિમાયત કરી હતી. અને રૂઢિચુસ્ત મુલ્લાઓ અને પીરોની ખફગીનો ભોગ બન્યા હતા. આવો જ એક રસપ્રદ કિસ્સો બન્યો હતો 'શૈતાનિક વર્સીસ' વખતે. શૈતાનિક વર્સીસ વખતે સલમાન રશ્દીને મારી નાંખવાનો ફતવો તેમને ઈસ્લામના વિરુદ્ધ ગણાવ્યો હતો. તેમને જાહેરમાં પોતાના વિચારો સ્પષ્ટ પ્રગટ કર્યા હતા કે

" હું રશ્દીના વ્યૂ સાથે એગ્રી નથી કરતો. ના હું તેના એકપણ વિચાર સાથે સહમત છું. પણ પુસ્તકનો વિરોધ કરવાના આ તરીકા સાથે પણ હું સહમત નથી. વિચારધારાનો વિરોધ તાર્કિક વિચારોથી થવો જોઈએ.આમ પુસ્તક બાળવાથી કે લેખકની હત્યાની વાતો એ સભ્ય માનવ સમાજને શોભા નથી જ આપતી." ફરી ઘણા બધા મૌલ્વી અને અગ્રણીઓ એકશનમાં આવી ગયા હતા. તેમને તરત બીજો ફતવો જાહેર કર્યો કે "આ પ્રોફેસર મુસ્લિમ જ નથી". અને જેમ દરેક સમાજોમાં વિરોધને કચડી નાંખવા સૌથી સસ્તુ અને હલકુ હથિયાર વપરાય છે તેજ "મનઘંડત આરોપ" નામક હથિયાર થી વાર થયો. મહિલા એજ્યૂકેશનનાં પ્રખર હિમાયતી પ્રોફેસર પર પ્રોસ્ટીટયૂશન જેવા સંગીન આરોપો જડી દેવાયા. છોકરીઓની હેરાફેરી જેવા નિમ્નકક્ષાના ઈલજામ ચોંટાડી દેવામાં આવ્યા. માનસિક હાની સાથે તેમના પર શારીરિક હુમલાનો ખતરો પણ વધી ગયો હતો. આ વાતની જાણ તેમના આર્ટીકલ અને લેખનને સતત સરાહતા મુંબઈ બેઠેલા ડોન હાજી મસ્તાનને થઈ. તે તરત વડોદરા દોડી આવ્યા. અને જાહેર સભા ગોઠવવાની વાત કરી. તે વખતે હાજી મસ્તાનનું પ્રભુત્વ એટલુ બધુ હતું કે કોઈની આનાકાની કરવાની હિમ્મત નહોતી. મૌલ્વીઓની સાથે મંચ પર પ્રોફેસરને પણ આમંત્રિત કર્યા. પછી જાહેર સભામાં હાજી મસ્તાને ગર્જના કરી. " અબુધ લોકો તમને ખબર પણ છે આ માણસ કોણ છે? તેઓ એક પ્રોફેસર છે. તેમને મારા- તમારા કરતા વધુ દુનિયા જોઈ છે, સમજી છે. તમારા કરતા વધુ એ મુસ્લિમ પ્રશ્ર્નો અને ઇસ્લામને લઈને ચિંતિત છે. જો તેમને કોઈ ટચ કરવાની પણ હિમ્મત કરશે તો હું એને છોડીશ નહિ". કોમ્યૂનલ અને કટ્ટરવાદી વિચારોને સતત વખોડતા રહેવાને કારણે હિંદુ અને મુસ્લિમ બન્ને કોમની એક જમાત તેમનો અતાર્કીક વિરોધ કરતી રહી. અંહી સુધી કે તેમની પત્નીના અવસાન પછી તેમને દફનાવવા માટે તેમના સમાજે કબ્રસ્તાનમાં દફનાવવા સુધીની પરવાનગી આપી નહિ. અને 2002નાં રમખાણોમાં તેમનુ મકાન સંપૂર્ણ નષ્ટ કરી નાંખવામાં આવ્યુ. પણ એ વ્રજઘાતને કારણે નાસીપાસ થઈને બદલાની આગ સીનામાં જલાવવાને બદલે તોફાની તત્વોને જાહેરમાં માફ કરીને રમખાણ ગ્રસ્તોના પુનર્વસનની કામગીરીમાં લાગી ગયા. 2002પછી મુસ્લિમોને તેમની નિરક્ષરતા અને અજ્ઞાનતા સ્વીકારવી પડી. અને પ્રોફેસરના એજ્યૂકેશન પ્રોજેક્ટમાં જોડાતા ગયા. 2014માં ISIS નો વિરોધ કરતી જાહેર અપીલમાં તેઓએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. વખતોવખત તેઓ અમેરિકન કાઉંસેલરો અને એકટીવિસ્ટોને આમંત્રિત કરી બાળક અને સ્કુલોની ગુણવત્તામાં કઈ રીતે સુધારો થઈ શકે તેના માટે સતત વિઘ્નો, વિરોધો વચ્ચે પણ નાસીપાસ થયા વગર અડીખમ ઉભા રહીને પ્રયત્નશીલ રહ્યા છે. આજીવન ફક્ત પાણીની એક બોટલ લઈને ગમેતેવી મોટી લડાઈ અહિંસક રીતે લડતા રહેલા પ્રખર ગાંધીવાદી માણસ આ પ્રોફેસર બીજુ કોઈ નહિ પણ ગુજરાતના પનોતા પુત્ર ડો.જુઝર બંદૂકવાલા હતાં.. જે જિંદગીના એંશીમાં દાયકામાં પણ એજ્યુકેશન માટે સત્તર વર્ષના છોકરાને હંફાવી અને શરમાવી શકે તેવી દોડધામ કરતા રહ્યાં. તમારી કર્તવ્યનિષ્ઠાને દિલથી સલામ ડો. બંદૂકવાલા સાહેબ અને તમારુ અનુષ્ઠાન પામીને હું મારી જાતને ધન્ય સમજું છું. મુસ્લિમ મોર્ડન એજ્યૂકેશન વિષેનો ફીકરોમાં તમારી હાજરી સતત પ્રોત્સાહક બની રહેશે..

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...