Skip to main content

અબ્દુલ રઝાક અંસારી : જાને કહાં ગયે વો લોગ !


એવા લોકો ઘણા ઓછા હોય છે જે કોઈપણ પ્રકારની ખ્યાતિની અપેક્ષા વગર ખામોશીથી સમાજસેવાને અપનાવીને કામ કરતા જાય છે.એવી જ શખ્સિયતોમાં એક નામ અબ્દુલ રઝાક અન્સારીનું છે.

દિલ્હી યા અન્ય મોટા શહેરોમાં બેસીને તમે વિચારી પણ નહીં શકો કે ઝારખંડની રાજધાની રાંચીની નજીક 20 કિલોમીટર દૂર ઓરમાંજી પ્રખંડમાં એક નાના ગામ ઈરબામાં સ્તરીય કેન્સર ઇન્સ્ટિટ્યૂટ પણ થઈ શકે છે.તે પણ બિલકુલ લેટેસ્ટ ટેક્નોલોજીની સાથે,જ્યાં આમ દિવસોમાં દિલ્હી અને મુંબઇ જ નહીં,ઓસ્ટ્રેલિયા તેમજ અમેરિકાથી એક્સપર્ટ આવતા રહે છે.
એટલું જ નહીં આ નાના વિસ્તારમાં મેદાંતાની પણ હોસ્પિટલ છે.સાથે જ અહીં અસ્કલેપિયસ સેન્ટર ફોર મેડિકલ સાયન્સ તેમજ 150 બેડનું અસ્કલેપિયસ હોસ્પિટલ અને ફ્લોરેન્સ નર્સિંગ કોલેજ પણ છે.એક નાના મોલની સાથે શાઈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ધી છોટાનાગપુર રિજનલ હેન્ડલુમ વિવર્સ કો-ઓપરેટિવ યુનિયન લિમિટેડ અને સિલ્ક પાર્ક પણ છે. આ બધું કંઈક અબ્દુલ રઝાક અન્સારી (24 જાન્યુઆરી 1917- 14 માર્ચ 1992) ના કારણે છે.આ બધું તેમની યાદમાં તેમના પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ છે.
સંઘર્ષો ભરેલું રહ્યું જીવન :
આ એ જ અબ્દુલ રઝાક અન્સારી છે જેમની પાસે ક્યારેક ભણવા માટે પૈસા ન હતા.દસ વર્ષની ઉંમરમાં તેમના પરિવારના લોકો દ્વારા બનાવેલા કપડાને લગભગ 20 કિલોમીટર દૂર બજારમાં લઈ જઈ વેચતા હતા.કપડા વેચ્યા પછી તે ખાન બહાદુર હબીબુર રહેમાન દ્વારા ખોલેલી એક શાળાના દરવાજા ઉપર ઊભા રહી જતા હતા.આ સિલસિલો લગાતાર ચાલતો રહ્યો.
આખરે એક દિવસ હેડમાસ્તરે તેમને બોલાવી ઉભા રહેવાનું કારણ પૂછ્યું,તો તેમણે ખૂબ જ સરળતાથી અભ્યાસમાં તેમની દિલચસ્પી જાહેર કરી.હેડમાસ્ટરે તેમના મર્મને સમજ્યો અને તેમને એ છુટ સાથે શાળા આવવાની મંજૂરી આપી દીધી કે તેઓ મોડા આવી શકે છે અને જલ્દી જઈ શકે છે,કેમકે તેમને પોતાના ગામમાં પગપાળા આવન-જાવન કરવાનું થતું હતું.
સ્ત્રી શિક્ષાથી જગાવી આશાઓ :
રાંચીના મશહૂર લેખક તેમજ સામાજિક કાર્યકર્તા હુસૈન કચ્ચી કહે છે : અબ્દુલ રઝાક અન્સારીનું સૌથી મોટું યોગદાન તેમના વિસ્તારમાં દિકરીઓની શિક્ષાને લઈને રહ્યું.તેમના વિશે કહેવાય છે કે જ્યારે તેમના લગ્ન થયા તો સુહાગરાતે તેમની પત્નીને ભેટમાં પુસ્તકો આપી અને કહ્યું કે તમારે મારી ખુશીની ખાતર અભ્યાસ કરી મેટ્રિક પાસ કરવાનું છે.એના પછી તેમણે ખુદે એમને ભણાવ્યા. આ રીતે તેમના પત્ની નફીરુન નિશાએ ન માત્ર મેટ્રિક પાસ કર્યું, બલ્કે સ્કૂલમાં શિક્ષિકા તરીકે ચયન પણ થયું, જ્યાંથી હેડમિસ્ટ્રેસ થઈ રિટાયર્ડ થયા.નિવૃત્તિ પછી પણ તેઓ પોતાના ગામની દીકરીઓને પોતાના ઘરે ભણાવતા રહ્યા.તેમના આ પ્રયત્નોના કારણે પુરા વિસ્તારમાં દિકરીઓમાં અભ્યાસનો દર ખૂબ ઊંચો વધ્યો.આ વાતની પુષ્ટિ અબ્દુલ રઝાક અંસારીના પુત્ર મંજૂર અન્સારી પણ કરે છે.
95 વર્ષના કોંગ્રેસી નેતા અમાનત અલીનું કહેવું છે કે રઝાક અંસારી તેમની સાથે મોમીન કોન્ફરન્સમાં પણ સામેલ રહ્યા.બાદમાં કોંગ્રેસમાં પણ સાથે બન્યા રહ્યા.તેઓ કહે છે અમારું જૂથ અલગ અલગ હતું.તેમની સૌથી ખાસ વાત એ હતી કે અગર કોઈ પણ કાર્યકર્તા તેમના ઘરે પહોંચી જાય તો તેઓ તેમને જમાડ્યા વગર પાછા મોકલતા નહીં અને તેઓ પૂછતા હતા કે પાછા જવા માટે ભાડું છે કે નહીં,જો નથી તો તે તરત તેમના ખિસ્સામાંથી પૈસા કાઢી તે કાર્યકર્તાના ખિસ્સામાં નાખી દેતા હતા.
વણકરોને સંગઠિત કર્યા :
રાંચી યુનિવર્સિટીના પ્રો. વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા વરિષ્ઠ પત્રકાર વી.પી. શરણ કહે છે કે હું તેમને એક સામાજિક સુધારક તરીકે જોઉં છું.તેમને જોયું કે છોટાનાગપુરના વણકરોની હાલત ઠીક નથી.તેમણે સૌથી પહેલાં વણકરોનું કો-ઓપરેટીવ યુનિયન બનાવ્યું.જે શાયદ એ વખતે વણકરોનું ભારતમાં પહેલું યુનિયન હતું. તેનો લાભ વણકરોને એ વખતે મળ્યું અને વર્તમાનમાં પણ મળી રહ્યું છે.
તેઓ આગળ કહે છે કે જ્યારે વણકરોની આર્થિક હાલત સુધરી તો તેમણે તેમના બાળકોની શિક્ષાની તરફ ધ્યાન આપ્યું.જ્યારે તેઓ ખુદ જિંદગીના આખરી પડાવમાં બીમાર પડ્યા તો સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરવાનું વિચાર્યું.તેમણે વિચાર્યું કે મારી પાસે પૈસા છે તો હું એપોલો હોસ્પિટલ આવી ગયો,પરંતુ ગામના લોકો તો અહીં આવવા માટે વિચારી પણ નથી શકતા.તેમના આ સપનાને આજે તેમના દિકરાઓ સાકાર કરી રહ્યા છે.
રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ,ગરીબો પ્રત્યે લગાવ :
રાંચી યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર શીન અખતર કહે છે કે અબ્દુલ રઝાક સાહેબ મારા પિતાજીના દોસ્તોમાં રહ્યા છે.તેમણે હંમેશા નેશનાલિસ્ટ મિજાજ રાખ્યું.તેઓ ક્યારેય કોઈ વિવાદમાં પડ્યા નહીં,ન ધાર્મિક વિવાદમાં અને ન કોઈ રાજનીતિક વિવાદમાં.બસ ખુદને પોતાની કોમ તેમજ દેશ માટે વક્ફ (સમર્પિત) કરી રાખ્યા હતા અને લગાતાર તેમના મિશનમાં લાગેલા રહ્યા.
રાંચીના સિનિયર કોંગ્રેસી નેતા રોશનલાલ ભાટિયા કહે છે કે રઝાક સાહેબને હું ખાસ કરીને 1972 થી જાણતો હતો.તેઓ ખરેખર ગરીબ વણકરોના મસીહા હતા. તેમણે ગરીબોને આર્થિક આઝાદીની લડાઈમાં સામેલ કર્યા.તેમને માત્ર મુસલમાન સુધી સીમિત કરવા તેમની સાથે અન્યાય થશે.વણકરો માટે હંમેશા તેમની પોતાની પાર્ટીના લોકોથી તેમજ સરકારથી લડતા રહ્યા.
ઝારખંડ અલ્પસંખ્યક આયોગના પૂર્વ અધ્યક્ષ ગુલફામ મુજીબી તેમના જૂના દિવસોને યાદ કરતાં કહે છે કે એકવાર તેમણે મને એક કાર્યક્રમમાં આમંત્રિત કર્યા ત્યારે મેં કહ્યું હતું કે તમે લોકો તો માત્ર વણકરો અને અન્સારી લોકોની જ વાત કરો છો,તેમાં હું આવીને શું કરું? ત્યારે તેમણે ખુબ સરસ જવાબ આપ્યો.તેમણે કહ્યું છોટાનાગપુરમાં જેટલી મુસ્લિમ વસ્તી છે તેની લગભગ 70 ટકા વસતી માત્ર અન્સારીની છે.તે બધા ખૂબ જ ગરીબ તેમજ વંચિત લોકો છે.અગર હું જો હું 70 ટકા લોકોની સમસ્યાઓનું સમાધાન કરી દઉં છું તો બાકીની સમસ્યાઓ આપોઆપ હલ થઈ જશે.એમનો આ જવાબ મને ખૂબ પસંદ આવ્યો અને આજે પણ યાદ છે.
અબ્દુલ રઝાક અંસારીના દિકરા મંજૂર અન્સારી કહે છે કે આખા ગામમાં માત્ર અમારા ઘરમાં જ ગાડી હતી. ગામમાં કોઇપણ બિમાર પડતું,તો અબ્બૂ તરત પોતાની ગાડીથી ઈલાજ માટે મોકલતા હતા.એક વખત તેઓ બીમાર પડ્યા અને એપોલોમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.તેમણે અચાનક કહ્યું કે આપણે લોકો ને અલ્લાહે પૈસા આપ્યા છે તો આપણે આટલે દૂર આવી શકીએ છીએ,પરંતુ આપણા ગામના ગરીબ અહીં આવવા માટે વિચારી પણ નથી શકતા.સારું હોત ગામમાં આપણે આવું જ એક હોસ્પિટલ ખોલતા.પછી તેમના જીવતાં જ 1991 માં તત્કાલિન ગવર્નર શફી કુરૈશીના હાથે એક હોસ્પિટલનો પાયો નાખ્યો,પરંતુ અબ્બૂના જીવતાં જીવ કામ વધારે આગળ વધી શક્યું નહીં અને અબ્બૂ 14 માર્ચ 1992 ના દિવસે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી ગયા.
તેઓ કહે છે કે પહેલા હોસ્પિટલ એપોલોની સાથે મળીને ખોલવામાં આવી હતી.હવે મેનેજમેન્ટ મેંદાંતાના હાથોમાં છે.આ હોસ્પિટલનું નામ 'અબ્દુલ રઝાક અન્સારી મેમોરિયલ વિવર્સ હોસ્પિટલ' છે.અહીં વણકરોના ઈલાજ માટે વિશેષ સુવિધા આપવામાં આવી છે.વણકરોની ઓપીડી ફીસ માત્ર 30 રૂપિયા છે. તપાસમાં પણ 70 ટકાની છૂટ આપવામાં આવે છે. તેઓ કહે છે કે અબ્બૂ દ્વારા સ્થાપિત 'ધી છોટાનાગપુર રિજનલ વિવર્સ કો-ઓપરેટીવ યુનિયન લિમિટેડ' થી જોડાયેલા લગભગ 15 હજાર વણકર આ હોસ્પિટલથી લાભ ઉઠાવી રહ્યા છે.
અબ્દુલ રઝાક અન્સારી 1946 થી રાજનીતિમાં સક્રિય રહ્યા.તેઓ શરૂથી મુસ્લિમ લીગ અને તેમની ટુ નેશન થિયરીના વિરુદ્ધ રહ્યા.તેમના પ્રયાસોના કારણે 1946 માં છોટાનાગપુર ડિવિઝનની પાંચ સીટો કોંગ્રેસની ઝોળીમાં આવી.તેમના આ કારનામાથી ખુશ થઈ સરદાર પટેલે તેમને દિલ્હી બોલાવ્યા.દેશની આઝાદી પછી 1948 માં પ્રાથમિક વણકર સહયોગ સમિતિની બુનિયાદ નાંખી અને ધીરે ધીરે સહકારિતા આંદોલનથી વણકરોને જોડયા.1978 માં 'ધી છોટાનાગપુર રિજનલ હેન્ડલુમ વીવર્સ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ'ની સ્થાપના કરી હસ્તકળાના ઉદ્યોગથી વણકરોને જોડ્યા.
તેમણે પોતાના વિસ્તારમાં 17 શાળાઓ ખોલી.1938 માં તેમણે જે મીડલ સ્કૂલ ખોલી હતી તેને આજે પણ એમની યાદને જીવિત રાખેલી છે.તેમણે પછીથી આ શાળાનું નામ તેમના રાજનીતિક ગુરુ અબ્દુલ કય્યુમ અંસારીના નામ ઉપર રાખ્યું,જે હવે એક સરકારી શાળા છે.આ કેમ્પસમાં અબ્દુલ રઝાક અન્સારી હાઇસ્કૂલ પણ મોજુદ છે.
અબ્દુલ રઝાક અન્સારી 1964 માં બિહાર વિધાન પરિષદના સદસ્ય બનાવવામાં આવ્યા.તેના પછી બિહારના તત્કાલીન મુખ્યમંત્રી ડોક્ટર જગન્નાથ મિશ્રાએ 1989માં ફરીથી ન માત્ર વિધાન પરિષદના સદસ્ય બનાવ્યા,પરંતુ તેમને હસ્તકળા,રેશમ અને પર્યટન વિભાગના કેબિનેટ મંત્રીનું પદ પણ આપ્યું.તેઓ તેમના અંતિમ સમય સુધી સમાજના લોકોની સેવા અને તેમના ઉત્થાનમાં લાગેલા રહ્યા.આવી મિસાલો ખૂબ જ ઓછી જોવા મળે છે.
- અફરોઝ આલમ સાહિલ
(લેખક બિયોન્ડ હેડલાઇન્સ ડોટ કોમના સંપાદક છે)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...