Skip to main content

મૌલાના ઈમદાદ સાબરી - નેતાજી સુભાષચંદ્ર બોઝના સૌથી વફાદાર સાથી


મૌલાના સરફુલ્હ હક સિદ્દીકીના ઘેર 16 ઓક્ટોબર 1914ના રોજ એક પુત્રનો જન્મ થાય છે,જેનું નામ તેમણે તેમના ઉસ્તાદ હાજી ઈમ્દાદુલ્લાહ મુહાજિર મક્કી અને રશીદ એહમદ ગંગોહીના નામ પર ઈમદાદ રશીદ રાખ્યું.
હંમેશાં લોકો કહેતા હોય છે કે માણસની જિંદગીમાં તેના નામની અસર પડતી હોય છે,અને આવી જ કંઇક અસર ઈમદાદ ઉર રશીદની જિંદગી પર પણ પડી.હાજી ઈમદાદુલ્લાહ મુહાજિર મક્કી અને રશીદ અહેમદ ગંગોહીએ જેવી રીતે 1857 અને એના પછી હિન્દુસ્તાનમાં ઈન્કલાબ કર્યું,ઠીક એવી જ રીતે ઈમદાદ ઉર રશીદે પણ ખૂબ ઈન્કલાબ કર્યો અને હિન્દુસ્તાનની આઝાદી માટે કેટલીય વાર જેલના સળીયા પાછળ ગયા. આજ છોકરો પછીથી મૌલાના ઈમદાદ સાબરીના નામથી દુનિયામાં મશહૂર થયા.
રાજનીતિની શરૂઆત દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામની સાથે ઝઘડાથી થઈ.1936માં જ્યારે તેમણે મસ્જિદ કમિટીની વિરુદ્ધ મોરચો ખોલ્યો, તેઓ મસ્જિદની સીડીઓ પર તેમની વિરુદ્ધ જલસો કરવા લાગ્યા.એ બાબતે 9 જુલાઈ 1937 ના રોજ કલમ 107 નીચે શાંતિ ભંગ કરવાના ગુનામાં ઈમદાદ સાબરીની ધરપકડ થઈ.હજાર રૂપિયાની જમાનત પર બહાર આવ્યા.
આ બાજુ શાહી ઇમામને લઈને થોડી બાબતો પર અખબારબાજી થઈ ગઈ,જેના પછી શાહી ઈમામે કલમ 500 નીચે મુકદમો દાખલ કરાવી દીધો, અને આ મુકદમો લાંબો ચાલ્યો.2 જાન્યુઆરી 1939ના રોજ આ કેસથી બરી થયા.આ બાજુ 1937માં ઈમદાદ સાબરી કોંગ્રેસ સાથે જોડાયા અને દિલ્હી કોંગ્રેસ કમિટીના સચિવ બન્યા.
કોંગ્રેસ સાથે એમના નજીકપણાની વાત પણ અજીબ છે.ઈમદાદ સાબરી કંઈક 16 વર્ષના હશે, તે જ સમયે 1930 નું નમક આંદોલન ચાલી રહ્યું હતું.જૂની દિલ્હીના કોતવાલીની સામે કોંગ્રેસનું જુલુસ જઈ રહ્યું હતું,જેને જોવા ઈમદાદ સાબરી પહોંચ્યા,એની વચ્ચે કોંગ્રેસના કાર્યકરોનો પોલીસ સાથે ટકરાવ થઈ ગયો.પોલીસે લાઠી વરસાવવાનું શરૂ કરી દીધું,જેમાં પોલીસના જુલ્મનો શિકાર ઈમદાદ સાબરી પણ થઈ ગયા,પોલીસે એમના માથા પર લાઠીથી વાર કર્યો.તેઓ ઘણા સમય સુધી રસ્તા પર બેભાન પડ્યા રહ્યા.પછીથી રાહદારીઓએ તેમને ઘેર પહોંચાડ્યા.
ઇમદાદ સાબરી આલિમ અને ફાઝીલ(ધાર્મિક ડિગ્રી) બની ચૂક્યા હતા,તેમના પિતાશ્રી તેમને મિસરની જામીઆ અઝહર મોકલવા માંગતા હતા,પરંતુ આ વચ્ચે તેમનું 28 જાન્યુઆરી 1930ના દિવસે અવસાન થઈ ગયું.જેના પછી ઘરની બધી જ જવાબદારીઓ ઈમદાદ સાબરી ઉપર આવી ગઈ.છતાં તેઓ લગાતાર સામાજિક અને રાજકીય કામોમાં લાગેલા રહ્યા.
22 જુલાઈ 1938 ના રોજ હડતાના કરવાના ગુનામાં ધરપકડ કરાઈ અને છેલ્લે જમા કરેલ જમાનત જપ્ત કરી લેવામાં આવી.ઈમદાદ સાબરી સુભાષચંદ્ર બોઝના સૌથી વફાદાર સાથીઓમાંથી હતા,અને 1938-39માં નેતાજીને ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો.હરીપુરા સેશનમાં તેમનાથી ઘણા મોટા કોંગ્રેસી નેતાઓ નારાજ થઈ ગયા હતા,કેમ કે તેમણે સ્પષ્ટવક્તા તરીકે નેતાજીને સાથ આપ્યો હતો.


કોંગ્રેસ થી અલગ થઈને જ્યારે નેતાજીએ ફોરવર્ડ બ્લોક બનાવ્યું ત્યારે તેઓ મૌલાના નુરુદ્દીન બિહારીની સાથે ગુપ્ત રીતે નેતાજીને મળવા ગયા.તેમની એક વાર ફરીથી 5 ઓગસ્ટ 1939 ના રોજ ફોરવર્ડ બ્લોકનો જલસો કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી.જમાનત આપવાનો ઇન્કાર કર્યો તો છ મહિના કેદની સજા થઇ.
એપ્રિલ 1940માં ઇમદાદ સાબરીને દિલ્હીમાં થયેલી ઓલ ઇન્ડિયા આઝાદ મુસ્લિમ કોન્ફરન્સમાં ઈંકિલાબી પરચા વેચવાના ગુનામાં ફરીથી ધરપકડ કરવામાં આવી. મુકદમો લાંબો ચાલ્યો,પરંતુ કોઈ સજા થઈ નહીં.એના પછી સરકારના હુકમ ઉપર દિલ્હી મ્યુનિસિપાલિટીએ દીવાલો પર પોસ્ટર ચોટાડવા બદલ ઈમદાદ સાબરી ઉપર મુકદમો દાખલ કરાવી દીધો,આ કેસમાં પણ બરી થયા.
ઈમદાદ સાબરી લગાતાર તેમની મુહિમમાં લાગેલા રહ્યા. ભારત છોડો આંદોલન વખતે 15 ઓગસ્ટ 1942ના દિવસે ઈમદાદ સાબરીની ડિફેન્સ ઓફ ઈન્ડિયા એક્ટ નીચે ધરપકડ થઈ અને 15 માસ કેદ રહ્યા પછી 30 નવેમ્બર 1943 ના દિવસે દિલ્હી જેલથી મુક્ત થયા.સાથે એમના ઉપર ઘણા પ્રકારની પાબંધીઓ લાગુ કરી દીધી.
એમને નોટિસ આપવામાં આવી કે તમે કોઈપણ રાજકીય જલસામાં સામેલ થઈ શકતા નથી.તમે દસ માણસોથી વધારે વ્યક્તિઓ ભેગા થાય એવા કાર્યક્રમમાં સામેલ થઈ શકતા નથી.કુલ મળીને તેમને એક ચોક્કસ જગ્યાએ નજર બંધ કરી દીધા.આનાથી તેમના કારોબારમાં ઘણું નુકસાન થયું. ફેબ્રુઆરી 1945માં ઈમદાદ સાબરીની નજર બંધી તોડવાના ગુનમાં ધરપકડ કરવામાં આવી.
આ બાજુ દિલ્હીમાં આઝાદ હિંદ ફોજના સિપાઈઓ આવી ગયા હતા,ઓગસ્ટ 1945ના અંતમાં મૌલાના ઈમદાદ સાબરીની એકવાર ફરી ધરપકડ કરવામાં આવી. તેમના પર આક્ષેપ હતો કે તેમણે સુભાષચંદ્ર બોઝના જાપાની સાથીઓને મદદ કરી અને તેમને તેમના ઘર પર મહેમાન નવાઝી કરી અને તેમને સ્ટેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાવી.જોકે લાહોર હાઇકોર્ટમાં દિલ્હી હુકુમતની વિરુદ્ધ આ ધરપકડને ચેલેન્જ કરવામાં આવી,જેના પછી મજબૂરીથી તેમને રિહા કરવામાં આવ્યા.કેસ ચાલતો રહ્યો અને નજર કેદ 1947 દેશની આઝાદી સુધી લગાતાર કાયમ રહી.
આ દરમિયાન જ્યારે તેઓ દિલ્હી જેલમાં કેદ હતા,એ જ વખતે પાંચ આઝાદ હિન્દ ફોજના સિપાઈઓ પણ જેલમાં કેદ હતા,જેમને મોતની સજા થઈ હતી. જેમના નામ કનૌલ સિંહ,સુજીત રાય,સરદાર કરતાર સિંહ, શ્રી ભાગવત ગૌતમ ઉપાધ્યાય અને રામ દુલારે હતા.તેમને તેમના માટે વકીલ કરવા માટેની પણ મંજૂરી ન હતી.આ લોકોને જેલમાં ઈમદાદ સાબરી મળ્યા,એના પછી ઈમદાદ સાબરીએ આ બાબતને જાહેર મંચ પર લાવી,તેના પછી બહારથી લોકો હુકુમત પર દબાણ લાવ્યા અને આ લોકોની ફાંસીની સજા ટળી ગઈ.1947 માં મળેલી આઝાદી પછી આ પાંચ કેદીઓ જેલથી છુટી સૌથી પહેલા ઇમદાદ સાબરીને મળ્યા.
નજર કેદ દરમિયાન પણ મૌલાના ઇમદાદ સાબરી ચુપ નહોતા રહ્યા,તેમણે પુસ્તક લખવાનું શરૂ કર્યું.તેમણે 'સુભાષબાબુ કે સાથીઓ' નામથી એક પુસ્તક ડીસેમ્બર 1946 માં લખ્યું, જેને તેમણે મહાન ક્રાંતિકારી લાલા હનુમંત સહાય અને તેમના એ શહીદ સાથીઓને સમર્પિત કર્યું,જેમણે 1915 માં ફાંસી પર લટકાવી દીધા હતા,તે નામો અવધ બિહારી,માસ્ટર અમીર ચંદ, બાલમુકુંદ અને વસંત કુમાર બિસ્વાહ છે.એના સિવાય તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝના ભાષણોને એક જગ્યાએ ભેગા કરી પુસ્તકનું રુપ આપ્યું.
તારીખ એ આઝાદ હિંદ ફોજ,મુકદમા આઝાદ હિંદ ફોજ, આઝાદ હિંદ ફોજ કા આલ્બમ,સુભાષબાબુ કી તકરીરે,સુભાષબાબુ જાપાન કિસ તરહ ગયે જેવા પુસ્તકો લખી નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજના કારનામાઓને જાહેર કરવાના પ્રયત્નો કર્યા. સાબરીએ નેતાજીની હવાઈ યાત્રામાં મોતની બાબત પર ક્યારેય ભરોસો કર્યો નહીં.હસરત મોહાનીથી વાતચીતમાં આ વાતનું હંમેશા જિક્ર થતો હતો.
મૌલાના ઈમદાદ સાબરીનું 1 ઓક્ટોબર 1988ના રોજ 74 વર્ષની ઉંમરે દિલ્હીમાં અવસાન થયું.
નોંધ : મૌલાના ઈમદાદ સાબરીના જીવનના ઘણા આયામ છે.તેમણે ઘણા બધા કારનામાઓને અંજામ આપ્યો,ઘણા વિષયો પર પુસ્તકો લખ્યા.રાજનીતિમાં ભાગ લીધો. ઘણા કાર્યક્રમોમાં સામેલ રહ્યા.તેમના વ્યક્તિત્વને એક લેખમાં સમજવું અશક્ય છે.અહીં તેમની આઝાદીની લડાઈની જદ્દોજહદ પર પ્રકાશ નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...