Skip to main content

ઈકબાલ : જેમણે નેતાજી બોઝને આઝાદ હિંદ સરકાર બનાવવા માટે પ્રેરિત કર્યા


હિન્દનો એક ગુમનામ હીરો ડો.મુહમ્મદ ઇકબાલ શૈદાઈ એવી શખ્સિયતનું નામ છે જેમણે પોતાની જિંદગી અંગ્રેજી હુકૂમત વિરૂદ્ધ લડવામાં વિતાવી દીધી, પોતાની જિંદગીની સુંદર અને મહત્વની પળો પોતાના વતનથી દૂર ક્યારેક એશિયાના અન્ય દેશોમાં તો ક્યારેક યુરોપના દેશોમાં દરબદર ભટકતા રહ્યા.
ડોક્ટર મુહમ્મદ ઇકબાલનો જન્મ 1888માં સિયાલકોટમાં થયો હતો.પિતા વ્યવસાયે એક શિક્ષક હતા.ઈકબાલ શૈદાઈ ગદર પાર્ટી સાથે જોડાઈ ગયા અને તેમનો ઘરબાર છોડી અફઘાનિસ્તાનની તરફ નીકળી પડ્યા.હજારોની સંખ્યામાં હિન્દુસ્તાનીઓ ત્યાં પહોંચી ચૂક્યા હતા.ઈકબાલ ત્યાં મિનિસ્ટરની હેસિયતથી કામ કરવા લાગ્યા.
1923 માં ઈકબાલ અફઘાનિસ્તાનથી નીકળી ઈટલી પહોંચ્યા,પછી મોસ્કો પછી પેરિસ.દરેક જગ્યાએ તેઓ હિન્દુસ્તાનમાંથી અંગ્રેજી હુકૂમતને નીકાળવા માટેના પ્રયત્નો કરતા રહ્યા.1938 માં આ જ કારણોથી તેમને ફ્રાંસ છોડી દેવાનું કહેવામાં આવ્યું,જર્મનીમાં તેમના પર પ્રતિબંધ લગાવી દીધો,પરંતુ કેટલાક અફઘાની દોસ્તોની મદદથી તે પ્રતિબંધ હટી ગયો.1938 માં ઈકબાલ ગદર પાર્ટીના પ્રતિનિધિ તરીકે સ્વિત્ઝર્લેન્ડ ગયા.ઈકબાલે અંગ્રેજી હુકૂમતની વિરુદ્ધ ત્રણ મોટા કામો કર્યા.સૌથી પહેલું તેમણે 'આઝાદ હિંદુસ્તાન સરકાર' ની સ્થાપના કરી,જેને બેનિટો મુસોલિનિએ માન્યતા આપી.રેડીયો હિમાલયના નામથી રેડિયો સ્ટેશન ચલાવ્યું, જ્યાંથી તેઓ હિન્દુસ્તાનના જંગી સિપાહીઓને સંદેશા આપતા અને આ સિપાહીઓની મદદથી 'આઝાદ હિંદુસ્તાન બટાલિયન' ની સ્થાપના કરી.
શૈદાઈના આ ત્રણ કામોને નેતાજી બોઝ માટે રસ્તાઓ ખોલી દીધા,નેતાજીએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી,આઝાદ હિંદ ફોજ અને રેડિયોના માધ્યમથી તેમના સંદેશ લોકો સુધી પહોંચાડયો.આઝાદી પછી શૈદાયી પોતાના વતન પાછા ફર્યા,પરંતુ બે વર્ષ પછી જ ફરીથી ઇટલી ચાલ્યા ગયા.ત્યાં ઉર્દૂ ભણાવવાનું કામ કરવાનું અંજામ પુરુ કર્યુ, દરમિયાન મૌલાના આઝાદ સાથે તેમની મુલાકાત રોમમાં થઇ,મૌલાનાએ દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું,પરંતુ શૈદાયી લગભગ 14 વર્ષ ત્યાં જ રહ્યા,પછી ફરી લાહોર આવી ગયા અને 13 જાન્યુઆરી 1974ની સવારે આ દુનિયા છોડી ગયા.
શૈદાયીની જિંદગી ઉપર મૌલાના મુહમ્મદ અલી જોહરની ઊંડી છાપ દેખાય છે.જેવી રીતે મુહમ્મદ અલી જોહરે એક ગુલામ દેશમાં મરવાનું પસંદ નહોતું કર્યું,ઠીક એ જ રીતે શૈદાયીએ પણ એક ગુલામ દેશમાં જીવવાનું પસંદ નહોતું કર્યું અને પોતાના વતનથી દૂર રહી વતનને આઝાદ કરાવવામાં હંમેશાં પ્રયત્નશીલ રહ્યા અને જ્યાર સુધી વતન આઝાદ ન થયું ત્યાં સુધી પાછા ફર્યા નહીં.તેઓ મુસ્લિમ લીગના પણ વિરુદ્ધ જ રહ્યા હતા.
- કામરાન ઈબ્રાહીમી

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...