Skip to main content

કૌમી એકતાની મિસાલ - મૌલાના મઝહરૂલ હક


દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામેલ મહાન વિભૂતિઓમાંના એક મૌલાના મઝહરુલ હક છે, જેમને હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. પટનાના બહપુરા નામના ગામમાં 1866માં ૨૨ ડિસેમ્બરે જન્મેલા મૌલાનાના બલિદાનના આદર્શોથી નવી પેઢી વાકેફ થાય તે જરૂરી છે.

એક શ્રીમંત જમીનદારને ત્યાં જન્મેલા મૌલાના મઝહરૂલ હકે પ્રાથમિક શિક્ષણ ઘરે જ મૌલવી સજાદ હુસૈન પાસેથી મેળવ્યું હતું.1886 માં મેટ્રિક પાસ કર્યા પછી, તેમણે લખનૌની કેનિંગ કોલેજમાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ લીધો. પરંતુ તે જ વર્ષે તેઓ કાયદાનો અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ જતા રહ્યા. ત્યાંથી કાયદાનું શિક્ષણ લીધા પછી, તેઓ 1891 માં તેમના વતન પાછા ફર્યા અને અહીં પટનામાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી. તે સમયે, જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી કોલેજો અને શાળાઓ છોડીને ભારતને સ્વતંત્ર બનાવવા ગાંધીજીની ચળવળમાં જોડાઈ રહ્યા હતા, ત્યારે મૌલાના મઝહરૂલ હકે પોતે વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલુ રાખવા માટે પટનામાં જગ્યા ખરીદીને બિહાર વિદ્યાપીઠનો પાયો મૌલાના મઝહરુલ હકે પોતે નાંખ્યો હતો.

જે 'સદાકત આશ્રમ' તરીકે ઓળખાવા લાગ્યું. જે પાછળથી અખિલ ભારતીય કોંગ્રેસનું કેન્દ્રીય કાર્યાલય બન્યું.

બિહાર વિદ્યાપીઠનું વિધિવત ઉદઘાટન 6 ફેબ્રુઆરી 1921ના રોજ મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ મૌલાના મુહમ્મદ અલી જૌહર અને કસ્તુરબા ગાંધી સાથે પટના પહોંચ્યા હતા. મૌલાના મઝહરૂલ હકને આ વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તે જ સમયે, બ્રજકિશોર પ્રસાદને વાઇસ ચાન્સેલર અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને પ્રધાનાચાર્ય બનાવવામાં આવ્યા હતા. આ શાળામાં અપનાવવામાં આવેલ અભ્યાસક્રમને બ્રિટિશ શિક્ષણ નીતિઓથી અલગ રાખવામાં આવ્યો હતો. આ નવી શિક્ષણ પ્રણાલીમાં એવી ગોઠવણ કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓની શૈક્ષણિક લાયકાત તો વધે જ, પરંતુ તેમનામાં બહુમુખી પ્રતિભાનો પણ વિકાસ થાય. વિદ્યાર્થીઓને કોઈ પણ કામ નાનું કે મોટું ન લાગે તે માટે શ્રમ કરવાની ટેવ કેળવવાના પ્રયાસો પણ અહીંના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓને સામાજિક દુષણો સામે ઊભા રહેવા અને સમાજને નવા મૂલ્યો પર સ્થાપિત કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

અખિલ ભારતીય કોંગ્રેસના કેન્દ્રીય કાર્યાલય ગાંધીજી સાથે લંડનમાં અભ્યાસ કરતી વખતે જ મૌલાના અને મહાત્મા ગાંધી વચ્ચે રાજકીય નિકટતાની શરૂઆત થઈ હતી.

મૌલાના મઝહરુલ હકે 1897 માં સારણમાં દુષ્કાળ દરમિયાન રાહત કાર્ય કર્યું હતું, અસહકાર અને ખિલાફત ચળવળમાં વિશેષ ભૂમિકા ભજવનાર મૌલાના 1917માં ચંપારણ સત્યાગ્રહમાં પણ મહાત્મા ગાંધી સાથે મળીને
બ્રિટિશ શાસનની જંજીરોથી આઝાદી મેળવવાના ઉદ્દેશ્યથી પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.

સત્યાગ્રહ ચળવળમાં તેમની સક્રિય ભૂમિકાને જોતાં, અંગ્રેજોએ તેમને ત્રણ મહિના માટે કારાવાસમાં નજરકેદ કરી દીધા હતા.

મૌલાનાએ તેમની અધ્યક્ષતામાં બિહારમાં હોમ રૂલ ચળવળનું પણ આયોજન કર્યું હતું. મૌલાના મઝહરૂલ હકે 1921માં સાપ્તાહિક અંગ્રેજી અખબાર 'ધ મધરલેન્ડ' શરૂ કર્યું. અસહકાર ચળવળમાં થતી તમામ ગતિવિધિઓને લોકો સુધી પહોંચાડવાનું કામ આ અખબારે કર્યું.

જ્યારે અસહયોગ અને ખિલાફત ચળવળ શરૂ થઈ, ત્યારે મૌલાના મઝહરુલ હકે તેમની કાનૂની પ્રેક્ટિસ અને ઈંપરિયલ વિધાન પરિષદના સભ્ય તરીકેના તેમના ચૂંટાયેલા પદનો ત્યાગ કરતાં, ભારતની આઝાદીની લડાઈમાં તેઓ અગ્રેસર થઈ ગયા.

1919 માં, મૌલાનાએ પશ્ચિમી પોશાકને સળગાવતાં તેને ન પહેરવાનો અને ફક્ત પરંપરાગત પોશાક ધારણ કરવાનું નક્કી કર્યું. મૌલાના હિંદુ-મુસ્લિમ એકતાના દ્રઢ હિમાયતી હતા. તેઓ કહેવું હતું - "આપણે હિન્દુ હોઈએ કે મુસલમાન, આપણે એક જ પતવારમાં સવાર છીએ, આપણે સાથે મળીને આગળ વધવું પડશે."

મૌલાના મઝહરુલ હક જ્યારે લંડનમાં હતા ત્યારે તેમણે ત્યાં અંજુમન ઈસ્લામિયાની સ્થાપના કરી, જેણે વિવિધ ધર્મો, પ્રદેશો અને સંપ્રદાયોના ભારતીયોને એકસાથે લઈને આવ્યું.અંજુમન ઇસ્લામિયામાં જ મૌલાના ગાંધીજીને પહેલીવાર મળ્યા હતા.

બિહારના બહપુરામાં જન્મેલા મૌલાના, જેમણે રાજકારણને અલવિદા કહી દીધું હતું, તેમણે તેમના રહેણાંક સ્થળ 'આશિયાના'માં અંતિમ શ્વાસ લીધા.

એક એવું વ્યક્તિત્વ જેણે ભારતની આઝાદી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે બધુ દાવ પર લગાવી દીધું, જેમને તે દરજ્જો ભાગ્યે જ મળ્યો જેના તેઓ ખરેખર હકદાર હતા.

સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મૌલાના મઝહરુલ હકે બાળકોના શિક્ષણ માટે એક જ પરિસરમાં મદરેસા અને એક માધ્યમિક શાળા શરૂ કરવાના હેતુથી પોતાનું ઘર દાનમાં આપ્યું હતું.

કોણ હતા મૌલાના મઝહરૂલ હક ?

ગાંધીજીએ મૌલાના મઝહરૂલ હક વિશે લખ્યું હતું કે, 'મઝહરૂલ હક એક વફાદાર દેશભક્ત,સારા મુસ્લિમ અને દાર્શનિક હતા.ખૂબ જ ઐશ્વર્ય અને આરામથી જીવન જીવતા હતા, પરંતુ જ્યારે અસહયોગનો અવસર આવ્યો ત્યારે તેણે જૂની કાચલીની જેમ તમામ આડંબરોનો ત્યાગ કર્યો. રાજકુમારોનું વૈભવી જીવન છોડીને હવે તેમણે સૂફી દરવેશનું જીવન જીવવાનું શરૂ કર્યું. તેઓ તેમની કથની અને કરનીમાં નિર્ભય, નિષ્ઠાવાન અને નિષ્કપટ હતા, તેઓ સ્પષ્ટવક્તા હતા. પટના પાસે આવેલ સદાકત આશ્રમ તેમની નિષ્ઠા, સેવા અને પરિશ્રમનું પરિણામ છે. તેમની ઈચ્છા મુજબ તેઓ ત્યાં લાંબો સમય રહ્યા નહોતા, તેમના આશ્રમની કલ્પનાએ વિદ્યાપીઠને જગ્યા ઉપલબ્ધ કરાવી દીધી. તેમનો આ પ્રયાસ બંને સમુદાયોને એકસૂત્રમાં બાંધનાર સિમેન્ટ સાબિત થશે. આવા મહેનતુ વ્યક્તિની અછત હંમેશા રહેશે અને ખાસ કરીને આજે જ્યારે દેશ ઐતિહાસિક મોડ પર છે ત્યારે તેમની ઉણપ ઊંડે ઊંડે અનુભવાશે.'

મહાત્મા ગાંધીએ 9 જાન્યુઆરી 1930 ના રોજ યંગ ઈન્ડિયામાં મૌલાના મઝહરુલ હક માટે તેમના મૃત્યુ પર શોક રૂપે આ વાતો લખી હતી. તે જ સમયે, પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમની આત્મકથામાં લખ્યું છે કે, 'મઝહરુલ હકના જવાથી હિંદુ-મુસ્લિમ એકતા અને સમજૂતીનો એક મોટો સ્તંભ તૂટી ગયો. અમે આ વિષયમાં પાયાવિહોણા બની ગયા છીએ.'

સૌજન્ય : પટના બીટ્સ

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...