અબ્બાસ તૈયબજીનું મશહૂર તૈયબજી કુટુંબમાં 1 ફેબ્રુઆરી 1854 ના દિવસે જન્મ થયો હતો. પિતાજીનું નામ સમસુદ્દીન તૈયબજી હતું.બાળપણમાં જ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા અને ત્યાંથી 1875માં અભ્યાસ પૂર્ણ કરી અને તે જ વર્ષે હિન્દુસ્તાન પાછા ફર્યા.1893માં વડોદરા સ્ટેટના ચીફ જસ્ટિસ બન્યા,પછી નિવૃત્ત થયા બાદ કોંગ્રેસમાં સામેલ થયા.1915માં મહાત્મા ગાંધીને મળ્યા અને તેમની સાથે ઘણી સામાજિક કોન્ફરન્સમાં ભાગ લીધો.જ્યાં તેમનો ચહેરો બિલકુલ અંગ્રેજો જેવો લાગતો હતો,પરંતુ જલિયાંવાલા હત્યાકાંડ પછી તેમનામાં ખૂબ જ બદલાવ આવ્યો.તેમને ફાયરિંગની તપાસ માટે કોંગ્રેસ કાર્ય સમિતિ દ્વારા નિયુક્ત કમિટીનુંના અધ્યક્ષ બનાવાયા.તેમણે સેંકડો ગવાહ અને પીડિતોથી મુલાકાત કરી. આ અનુભવ પછી તેઓ ગાંધીજીની ખુબ જ નજીક આવી ગયા અને કોંગ્રેસને ખુલ્લુ સમર્થન કરવા લાગ્યા.
પાશ્ચાત્ય પહેરવેશને છોડી અબ્બાસ તૈયબજીએ સાદુ જીવન જીવવાનું શરૂ કર્યું અને તેમણે થર્ડ ક્લાસ ડબ્બામાં ભારતભ્રમણ કર્યું.અને બળદ ગાડી ઉપર પૂરા ગુજરાતમાં જઈને ખાદીના કપડાં વેચ્યા.1928માં સરદાર પટેલના બારડોલી સત્યાગ્રહનું ખુલ્લું સમર્થન કર્યું જેમાં અંગ્રેજી કપડાં અને સામાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. અબ્બાસ તૈયબજીએ આ દરમિયાન પોતાના ઘરમાં હાજર વિદેશી સામાનને એક બળદ ગાડીમાં ભરી બહાર લાવ્યા અને આગના હવાલે કરી દીધો,જેમાં તેમની પત્ની અને બાળકોનું ઘણો કિંમતી સામાન હતો. એપ્રિલ 1930 માં પ્રખ્યાત દાંડીમાર્ચ ગાંધીજીએ કરી હતી અને મીઠાનો કાયદો તોડયો હતો તેમાં અબ્બાસ તૈયબજી પણ એમની સાથે હતા અને એ નક્કી થયું હતું કે ગાંધીજીની ધરપકડ પછી કોંગ્રેસની જવાબદારી તમે સંભાળજો. જેને લઇને એક ખૂબ જ પ્રખ્યાત કિસ્સો છે.
દાંડી યાત્રા પ્રારંભ થવાના એકાદ-બે દિવસ પહેલાં વડોદરા રિયાસતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અબ્બાસ તૈયબજી તેમની દીકરીઓની સાથે આશ્રમમાં દાખલ થયા.ગાંધીજી તેમના જૂના બંધુ અબ્બાસ તૈયબજીને જોઈને ખીલી ઉઠ્યા,જાતે ઊભા થઈને એમનું સ્વાગત કર્યું.બન્ને મિત્રો ગળે મળ્યા.ગાંધીજી સમજ્યા કે આ મહાન યાત્રાના સમયે તેમને વિદાય કરવા આવ્યા છે. પરંતુ તે વૃદ્ધાવસ્થામાં જર્જર દેહને લઈને તેમનું ત્યાં આવવું ગાંધીજીને ગદગદ કરવાની સાથે ખીલવી દીધા. અને તૈયબજીની આ અસંગત ભાવુકતા માટે તેમણે મધુર ઠપકો પણ આપ્યો.બિચારા તૈયબજીની હાલત જોવા જેવી હતી.ગાંધીજીની વાત સાંભળી તેઓ દંભ રહી ગયા. તેઓ ગાંધીજીને વિદાય આપવા થોડા આવ્યા હતા.! તે તો દાંડીયાત્રામાં સ્વયં સંમિલિત થઇ મહાપ્રયાણનું એક અંગ બનવા આવ્યા હતા.એકાદ-બે દિવસ પહેલાં જ 79 દાંડીયાત્રીઓની નામાવલી અગ્રણી અખબારોમાં છપાતી હતી.તેમાં અબ્બાસ તૈયબજીએ એક નામ જોયું અબ્બાસ ભાઈ.તેઓ એકદમ ભાવવિભોર થઈ ગયા.તેઓ સમજતા હતા કે હવે તેઓ એટલા વયોવૃદ્ધ થઈ ગયા છે કે આ પવિત્ર યુદ્ધમાં પોતે ભાગ નહીં લઈ શકે.પરંતુ જ્યારે તેમણે જોયું કે તેમની સલાહ સૂચન વગર જ ગાંધીજીએ તેમનું નામ સામેલ કરી લીધું છે.તો તેમને લાગ્યું કે તેઓ બિલકુલ બેકાર નથી થઈ ગયા. અને હવે પણ તેઓ કાર્યક્ષેત્રમાં ઉતરી શકે છે.કમ સે કમ અહિંસાત્મક લડાઇ સાચે જ વૃદ્ધ જવાનોની જેમ લડી શકે છે અને તેઓ મુગ્ધ થઈ ગયા કે ગાંધીજીએ તેમના પર આટલો ભરોસો કર્યો કે તેમની સલાહ લીધા વિના તેમને પોતાના દળમાં સામેલ કરી લીધા.
જ્યારે ગાંધીજીને આ પૂરી વાત સમજમાં આવી તો તેમણે હસતાં હસતાં કહ્યું કે આતો એક આશ્રમવાસી યુવકનું નામ છે.તેમણે જ આમંત્રણ મોકલ્યું. તે વીસ-બાવીસ વર્ષનો યુવક હતો. પરંતુ ગાંધીજીએ તૈયબજીના દિલના ભાવને પારખી લીધું.તરત જ તેમની એક યુક્તિ સૂઝી અને તેમણે અબ્બાસ તૈયબજીને દાંડીયાત્રાનો એક સૈનિક જ નહીં,બલકે પ્રધાન સેનાપતિ સ્વીકાર કરી લીધા,તત્કાલ નહીં તેમની ધરપકડ પછી માટે.દાંડીયાત્રા દરમિયાન અબ્બાસ તૈયબજી દરેક પડાવ પર રેલ યા મોટરકારથી ગાંધીજીને મળવા જતા હતા. જ્યારે ગાંધીજીએ ધરાસણાની ચડાઈ ઘોષિત કરી ત્યારે અબ્બાસ તૈયબજી ત્યાં પહોંચીને તરત જ સેનાપતિત્વ ગ્રહણ કરી લીધું.જેના પછી તેમની અંગ્રેજો દ્વારા ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા.એ સમયે તેમની ઉંમર 76 વર્ષ થઈ રહી હતી.તેમના સન્માનમાં ગાંધીજી અને અન્ય લોકોએ તેમને 'ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ગુજરાત' કહીને બિરદાવ્યા.
જસ્ટિસ અબ્બાસ તૈયબજીના નેતૃત્વમાં મહાત્મા ગાંધીજીએ ગુજરાતમાં ઘણા સફળ અંદોલન કર્યા.ચાહે તે અસહયોગ આંદોલન હોય યા સવિનય કાનૂન ભંગ હોય વિદેશી સામાનનો બહિષ્કાર હોય કે દારૂબંધી માટે કરવામાં આવેલ આંદોલન,દરેકમાં ગાંધીજી અબ્બાસ તૈયબજી સમર્થનના કારણે સફળતા મળી.જેના કારણે અબ્બાસ તૈયબજીની ઘણીવાર ધરપકડ કરાઇ.જેલમાં મોકલવામાં આવ્યા.9 જૂન 1936 ના રોજ જસ્ટિસ અબ્બાસ તૈયબજી નું અવસાન 82 વર્ષની ઉંમરે મસૂરીમાં થયું.મહાત્મા ગાંધીજીએ તેમની યાદગીરીમાં એક લેખ 'હરિજન' માં 'ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ગુજરાત' નામથી લખ્યું,જેમાં તૈયબજીને માનવતાના દુર્લભ ખિદમતગાર બતાવ્યા.સાથે જ એ પણ લખ્યું કે અબ્બાસ મિયાં મર્યા નથી,તેમનું શરીર કબરમાં આરામ કરી રહ્યું છે,તેમનું જીવન આપણા માટે પ્રેરણાસ્ત્રોત છે.
અબ્બાસ તૈયબજીનું સંપૂર્ણ પરિવાર ભારતીય રાષ્ટ્રનું સેવક રહ્યું છે.ભારતના રાષ્ટ્રીય મુસ્લિમ પરિવારોમાં તૈયબજીનું કુટુંબ અગ્રેસર રહ્યું છે.તેમના કાકા બદરુદ્દીન તૈયબજી કોંગ્રેસના સંસ્થાપકોમાંથી હતા અને કોગ્રેસના ત્રીજા અધ્યક્ષ બન્યા.1935 માં ઓલ ઇન્ડિયા વિમેન કોન્ફરન્સનું નેતૃત્વ અને આંતરરાષ્ટ્રીય મહિલા સમૂહમાં હિસ્સો લેવાવાળા શરીફહ હામિદ અલી જસ્ટિસ અબ્બાસ તૈયબજીની દીકરી છે.જેમણે બાળ લગ્ન ખતમ કરવા માટે અવાજ ઉપાડી અને તલાક શુદા મહિલાઓ માટે ખૂબ જ ઈંકિલાબી કામ કર્યું.સાથે જ તેણી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવાયેલ 15 સદસ્યોનું મંડળના કમિશનનો હિસ્સો બની,જે મહિલાઓના સ્ટેટ્સ જાણવા માટે બની હતી.
સૌજન્ય : #Heritagetimes
Comments
Post a Comment