Skip to main content

કર્નલ નિઝામુદ્દીને ત્રણ ગોળીઓ ખાઈને બચાવ્યો હતો નેતાજીનો જીવ


સુભાષચંદ્ર બોઝે દેશની આઝાદીમાં ઘણી મોટી ભૂમિકા નિભાવી છે.આઝાદી માટે તેમણે પોતાની ફોજ બનાવી, જેનું નામ 'આઝાદ હિંદ ફોજ' રાખ્યું.આ સંગઠનના સભ્યો અને નેતાજીના ડ્રાઇવર કર્નલ નિઝામુદ્દીન ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના રહેવાસી હતા. 116 વર્ષની ઉંમરમાં છેલ્લા વર્ષોમાં બીબીસી હિન્દી સાથે થયેલી વિશેષ વાતચીતમાં કર્નલ નિઝામુદ્દીને દાવો કર્યો હતો કે જ્યારે તેઓ બર્મામાં સુભાષચંદ્ર બોઝના ડ્રાઈવર હતા ત્યારે નેતાજી ઉપર જાનલેવા હુમલો થયો હતો.

તેમનો દાવો છે કે કોઈકે નેતાજી પર ગોળીઓ ચલાવી હતી જેમાંથી એક નિઝામુદ્દીનની પીઠ ઉપર લાગી હતી અને તેમને આઝાદ હિંદ ફોજમાં ડોક્ટર તરીકે કામ કરનાર 'કેપ્ટન' લક્ષ્મી સહગલે નીકાળી હતી.તે સમયે કર્નલ નિઝામુદ્દીને કહ્યું હતું કે આ જ પણ તેમને બર્માનું 1944 નું યુદ્ધ યાદ છે,જ્યારે અંગ્રેજોએ તેમને નેતાજીની સાથે જંગલમાં ઘેરી લીધા હતા.કીચડના દલદલને કારણે એક અંગ્રેજી સિપાઈએ નેતાજી ઉપર પાછળથી ત્રણ ગોળીઓ ચલાવી હતી,પરંતુ તેમણે નેતાજીને છુપાવતા તેમની પીઠ ઉપર ગોળીઓ ખાઈ લીધી હતી.આ ગોળીઓના નિશાન આજે પણ તેમની પીઠ ઉપર મોજુદ છે.એવી જ એક ઘટનાને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે આઝાદ હિંદ ફોજની મદદ માટે જુલાઈ 1943માં બર્મા, સિંગાપુર અને રંગૂનના પ્રવાસી ભારતીયોએ તેમને સોનુ, ચાંદી,હીરા-જવેરાત અને નકદથી ભરેલી 26 બોરીઓ તોળી આપી હતી.
કર્નલના પુત્ર મુહમ્મદ શેખ અકરમે તેમના પિતા વિશે વિસ્તારથી કહ્યું.મુહમ્મદ શેખ અકરમે કહ્યું કે બાબુજી અને નેતાજી બર્મા યુદ્ધ દરમિયાન જંગલોમાં ઘેરાઇ ગયા હતા.એ સમયે અંગ્રેજો લગાતાર ફાયરિંગ કરી રહ્યા હતા.બાબુજી અને નેતાજી ઝાડીઓમાં છુપાઈને દુશ્મનો સામે લડી રહ્યા હતા.થોડીક દૂરી પર કેપ્ટન લક્ષ્મી સહગલ પણ અંગ્રેજોને જવાબ આપી રહી હતી.ત્યારે એક અંગ્રેજી સિપાહીએ કીચડથી લથપથ થઈ દલદલમાંના બહારી ભાગમાંથી નેતાજી ઉપર નિશાન સાધતાં ફાયરિંગ કરી દીધું.કર્નલ નિઝામુદ્દીનની નજર એના પર પડી,તેમણે નેતાજીને કસીને પકડી લીધા અને ત્રણેય ગોળીઓ તેમની પીઠ ઉપર ખાઈ લીધી.


મુહમ્મદ શેખ અકરમે કહ્યું કે એના પછી બાબુજી દ્વારા ચલાવેલી એક ગોળી અંગ્રેજના માથા પર વાગી.અંગ્રેજ અંગ્રેજીમાં ગાળો આપતો ત્યાં પડી ગયો.તેમણે કહ્યું 'બાબુજી કહે છે કે નેતાજીના મોઢાથી એ સમયે એક વાત નીકળી હતી કે ભારતની આઝાદી માટે સુભાષ નો બીજો જન્મ થયો છે.' છેલ્લા વર્ષે સુભાષચંદ્ર બોઝની પ્રપૌત્રી રાજ્યશ્રી ચૌધરી પણ નિઝામુદ્દીનને મળવા આજમગઢ ગઈ હતી.2014ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન વારાણસીમાં તેમના પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પણ નિઝામુદ્દીનને સ્ટેજ ઉપર બોલાવી તેમનું સાર્વજનિક અભિવાદન કર્યું હતું.
તેમનું અસલી નામ સૈફુદ્દીન હતું અને તેમનો જન્મ 1 જાન્યુઆરી 1930 ના દિવસે થયો હતો અને એમની મૃત્યુ આઝમગઢના મુબારકપુર વિસ્તારમાં તેમના ઘરે થઈ હતી.કર્નલ નિઝામુદ્દીનના દિકરા શેખ અકરમે બીબીસીને કહ્યું, કે "રાત્રે બાબુજી દાળ,દેશી ઘી અને એક રોટલી પણ ખાધી હતી." નિઝામુદ્દીનના પરિવારમાં પત્ની અજબુનિશા સિવાય ત્રણ દીકરાઓ છે.ગામમાં તેઓ તેમની પત્ની અને નાના દીકરા શેખ અકરમ સાથે રહેતા હતા.તેમનો એક દીકરો સાઉદી અરબ અને બીજો મુંબઈમાં રહે છે.તેમની બે દીકરીઓ પણ છે,જેમના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમના પરિવારની સાથે રહે છે. નિઝામુદ્દીનના નાના દીકરાએ એમના પિતાને સ્વતંત્ર સેનાનીનો દરજ્જો અપાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ એમને સફળતા મળી નહીં.
રસપ્રદ વાત એ છે કે કર્નલ નિઝામુદ્દીન નેતાજીના એ અંગત લોકોમાંથી એક હતા જેમણે તાઈહોકૂ વિમાન હાદસામાં તેમના માર્યા જવાની ખબરને પણ ક્યારેય સાચી માની નહી.તેની પાછળ એમની પાસે ઘણી દલીલો હતી. તેમાંથી એક એ પણ કે ઓગસ્ટ 1945 ના દિવસે જે સમયે નેતાજીના મૃત્યની ખબર રેડિયો પર પ્રસારિત થઈ રહી હતી,તેને તેઓ નેતાજીની સાથે બર્માના જંગલોમાં બેસીને સાંભળી રહ્યા હતા.સૌથી વધુ અચરજ પમાડનારી વાત એમણે એ કહી કે છેલ્લી વાર તેમણે નેતાજીને 20 ઓગસ્ટ 1947માં બર્માની સિતાંગ નદી પર છોડ્યા હતા.મતલબ આ ભારતને સ્વતંત્રતા મળ્યા પછીની વાત હતી.
જમા-પૂંજીના નામ પર એમની પાસે આઝાદ હિન્દ ફોજની ટોપી,એનું ઓળખકાર્ડ અને નેતાજીની ગાડીના ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા કાગળો હતા.જેમાંના થોડાક કાગળો બિલકુલ પીળા પડી ચૂક્યા હતા અને પત્તાઓ ફાટી ચૂક્યા હતા.હા ક્યાંક જુના ટાઇપરાઇટર અને ક્યાંક હેન્ડરાઇટિંગની સાથે તેમનું મૌલિક હોવા અને નેતાજી સાથે જોડાયેલા હોવાનો આભાસ જરૂર થઈ રહ્યો હતો.અજીબ વાત છે કે આ સાક્ષ્યો અને એમના દાવાઓ હોવા છતાં ક્યારેય કોઇ સરકારે ન તો એ માન્યું કે તેઓ નેતાજીના નજીક હતા અને ન ક્યારેય એની સત્યતા તપાસ કરવાની જહેમત ઉઠાવી.
સૌજન્ય : #Heritagetimes

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...