Skip to main content

જ્યારે મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરની કબ્ર પર પહોંચ્યા નેતાજી સુભાષચંદ્ર બોઝ


એક જમાનો હતો કે જ્યારે ભારત,પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બર્મા બધા એકબીજાથી જોડાયેલા હતા.મતલબ એક જ દેશ હતો.અને આજે એકબીજાથી અલગ-અલગ છે.એ સમય હતો જ્યારે લોકો કાબૂલથી નીકળતા હતા,પેશાવર,દિલ્હી,કલકત્તા થઈ સીધા રંગૂન નીકળી જતા હતા.
હાલ સુધી આપણે રંગૂન સાથે એક ગીત જોડતા આવ્યા છીએ,જેના શબ્દો છે - "મેરે પિયા ગયે રંગૂન,વહાં સે કિયા હૈ ટેલિફોન,તુમ્હારી યાદ સતાતી હૈ." આમ રંગૂન આજથી નહીં છેલ્લી દોઢ સદીથી આપણી યાદોનો ભાગ છે.અંગ્રેજોએ 1857માં દિલ્હી ઉપર કબજો કર્યો.મેજર હડસને મોગલ સહજાદાઓનું લોહી પીધું,એમના માથા થાળીઓમાં રાખી 80 વર્ષના ઘરડા બાપને મોકલ્યા. બહાદુરશાહ ઝફર પર એક નાજાયજ અને જાલીમ મુકદમો ચલાવી દેશ નિકાલ કર્યા.પછી રંગૂનમાં તેમને કેદ કર્યા અને મરવા માટે છોડી દીધા અને તેમને પોતાના વતન હિન્દુસ્તાનમાં દફન થવા માટે બે ગજ જમીન માટે તરસાવ્યા.હદ તો એ છે કે બાદશાહ માટે રંગૂનમાં જમીન ન હતી.એમના માટે ત્યાં સરકારી બંગલા પાછળ જમીન પર ખોદકામ કરાવ્યું જ્યાં તેમણે 7 નવેમ્બર 1862 ના રોજ આખરી શ્વાસ લીધા હતા અને બાદશાહને ભીખમાં મળેલી માટીના નીચે નાખી દીધા અને આ પ્રકારે એક સૂરજ ડૂબી અસ્ત થઈ જાય છે.
1947 માં હિન્દુસ્તાન આઝાદ થાય છે,સાથે વિભાજન પણ,બર્મા પહેલાથી અસ્તિત્વમાં હતું.પાકિસ્તાન અસ્તિત્વમાં આવે છે,પછી 1971 માં બાંગ્લાદેશ ! રહી રહીને આ દેશના લીડરો આખરે મોગલ શહેનશાહની મજાર પર હાજરી આપવા ગયા.પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહેતાં મીયાં નવાઝ શરીફ અને રાષ્ટ્રપતિ રહેતાં અયુબ ખાન,પરવેઝ મુશર્રફ અને આસિફ અલી ઝરદારીએ બહાદુરશાહ ઝફરની મજાર પર હાજરી આપી અને ફૂલ ચઢાવ્યાં.સાથે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી રહેતાં બેગમ ખાલિદા ઝિયાએ બહાદુર શાહ ઝફરના મકબરાની જિયારત કરી.હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી રહેતાં રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદીએ, રાષ્ટ્રપતિ રહેતાં એપીજે અબ્દુલ કલામે,ઉપરાષ્ટ્રપતિ રહેતાં ભૈરોસિંહ શેખાવતે અને હામિદ અંસારીએ, વિદેશ મંત્રી રહેતાં અટલ બિહારી વાજપેયી અને જશવંતસિંહે હિન્દુસ્તાનના આ દેશવટો ભોગવતા હુક્મરાં બહાદુરશાહ ઝફરની કબર પર હાજરી આપી.


હિન્દુસ્તાનના આખરી મોગલ શહેનશાહ બહાદુરશાહ ઝફરની મજાર પર હાજરી આપવાવાળાઓમાં સૌથી મોટું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝનું છે.જેમણે અખંડ ભારતના નેતાની હેસિયતથી રંગૂનમાં બહાદુરશાહ ઝફરની મજાર પર આઝાદ હિન્દ ફોજના અફસરોની સાથે 1942માં સલામી આપી હતી અને 'દિલ્હી ચલો' નો નારો આપ્યો હતો.
આઝાદ હિંદ ફોજના સિપાહી કર્નલ નિઝામુદ્દીનના હિસાબે સુભાષ બોઝ જ તે વ્યક્તિ હતા જેમણે આખરી મોગલ શહેનશાહ બહાદુરશાહ ઝફરની કબરને પુરી ઈજ્જત અપાવી.તેમના મુજબ ઝફરની કબરને નેતાજી બોઝે જ પાકી કરાવી હતી,ત્યાં કબ્રસ્તાનમાં ગેટ લગાવડાવ્યો અને તેમની કબરની સામે ચાર દિવાલો બનાવરાવી હતી.
16 ડિસેમ્બર 1987 ના રોજ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અહીંની વિઝિટર્સ બુકમાં તેમનો સંદેશ લખી શ્રદ્ધાંજલિ આપી હતી,જે આ પ્રમાણે હતી કે જો કે આપ હિન્દુસ્તાનમાં દફન નથી,પરંતુ હિન્દુસ્તાન તમારું છે, તમારું નામ જીવંત છે,હું આ યાદને ખીરાજે અકીદત પેશ કરું છું જે આપણને આપણી પહેલી જંગે આઝાદીની યાદ અપાવે છે,જે આપણે જીતી હતી.
9 માર્ચ 2006 ના દિવસે જ્યારે હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે મજાર પર હાજરી આપી,ત્યારે તેમણે ત્યાંની વિઝીટર બુકમાં લખ્યું : 'તમે તમારા એક શેરમા લખ્યું છે કે મેરે મજાર પર કોઈ નહીં આયેગા,ન કોઈ ફૂલ ચઢાયેગા,ન શમા જલાયેગા… પરંતુ આજ હું અહીં પુરા હિન્દુસ્તાન તરફથી આપની માટે ફૂલ લઈને આવ્યો છું અને મેં શમા રોશન કરી છે.



26 ડિસેમ્બર 1943 ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝે બર્માના મહામહિમ ડોક્ટર બો મોઉં સાથે આખરી મુગલ શહેનશાહ બહાદુરશાહ ઝફરની મજાર પર હાજરી આપ્યા પછી એક ઐતિહાસિક ભાષણ આપ્યું હતું જે આ પ્રમાણે છે :
"મહામહિમ અને મિત્રો આજે આપણે આઝાદ હિન્દુસ્તાનના છેલ્લા શહેનશાહ બહાદુરશાહ ઝફરની મજાર પર જમા થયા છીએ,આ કદાચ ઇતિહાસનો અજીબ ગૌરવશાળી સંયોગ છે કે જ્યાં ભારતના અંતિમ સમ્રાટની કબર બર્માની સરજમીન પર છે,ત્યાં સ્વતંત્ર બર્માના અંતિમ રાજાની અસ્થિયો હિન્દુસ્તાનની માટીમાં છે.! "
" આપણે આપણો અડગ ઇરાદો આ પવિત્ર સ્મારકની સામે વ્યક્ત કરીએ છીએ,એમની મજારની સામે ઉભા રહી વ્યક્ત કરી રહ્યા છીએ,જે હિન્દુસ્તાનની આઝાદીની લડાઈના અંતિમ યોદ્ધા હતા,તેઓ જે મનુષ્યોની વચ્ચે એક શહેનશાહ હતા અને જેઓ શહેનશાહોની વચ્ચે એક મનુષ્ય હતા.આપણે બહાદુરશાહ ઝફરની યાદોને સાચવીને રાખી છે.આપણે હિન્દુસ્તાની ચાહે કોઈપણ ધર્મને માનવાવાળા કેમ ન હોઈએ,બહાદુરશાહ ઝફરને હંમેશા યાદ કરીએ છીએ,એ માટે નહીં કે તે એક વ્યક્તિ હતા,જેમણે દુશ્મન પર બહારથી હુમલો કરવા માટે દેશવાસીઓને ઉત્તેજિત કર્યા હતા,બલ્કે એ માટે પણ કે તેમના ઝંડા નીચે બધા પ્રાંતોના હિન્દુસ્તાની જમા થયા હતા અને લડ્યા હતા."
મશહૂર શાયર જગન્નાથ આઝાદે "સુભાષચંદ્ર બોઝ - બહાદુરશાહ ઝફરની મજાર પર" ના નામે તેમની એક નઝમ આ ઘટનાને કંઇક આ મુજબ કલમબંધ કર્યું છે.
अस्सलाम ऐ अज़्मत-ए-हिन्दोस्ताँ की यादगार
ऐ शहंशाह-ए-दयार-ए-दिल फ़क़ीर-ए-बे-दयार
आज पहली बार तेरी क़ब्र पर आया हूँ मैं
बे-नवा हूँ नज़्र को बे-लौस दिल लाया हूँ मैं
गर्दिश-ए-तक़दीर के हाथों वतन से दूर हूँ
एक बुलबुल हूँ मगर सेहन-ए-चमन से दूर हूँ
शौक़ आज़ादी का मुझ को खींच लाया है यहाँ
आज दुश्मन है ज़मीं मेरी अदू है आसमाँ
मैं भी हूँ अपने वतन से दूर तू भी दूर है
हाँ रज़ा-ए-पाक-ए-यज़्दाँ को यही मंज़ूर है
मेरा दामन भी यहाँ की ख़ाक से आलूदा है
फ़र्क़ सिर्फ़ इतना है मैं आवारा तू आसूदा है
ऐ शह-ए-ख़्वाबीदा ऐ तक़दीर-ए-बेदार-ए-वतन
आइना मेरी निगाहों पर है ओ बार-ए-वतन
मेरे दिल को याद है अब तक वो सत्तावन की जंग
जिस के बा’द इस सरज़मीं पे छा गए अहल-ए-फ़रंग
मेरी नज़रों में है मेरठ और देहली का ज़वाल
जानता हूँ मैं जो था झांसी की रानी का मआल
मैं नहीं भूला अभी अंजाम-ए-नाना-फ़रनवीस
है नज़र में कोशिश-ए-नाकाम-ए-नाना-फ़रनवीस
दास्ताँ जैसे भी हो गुज़री वो सब मालूम है
तेरे दिल-बन्दों पे जो गुज़री वो सब मालूम है
ये वतन रौंदा है जिस को मुद्दतों अग़्यार ने
जिस पे ढाए ज़ुल्म लाखों चर्ख़-ए-ना-हंजार ने
जिस को रक्खा मुद्दतों क़िस्मत ने ज़िल्लत-आश्ना
जिस ने हर पहलू में देखी पस्तियों की इंतिहा
आज फिर उस मुल्क में इक ज़िंदगी की लहर है
ख़ाक से अफ़्लाक तक ताबिंदगी की लहर है
आज फिर इस मुल्क के लाखों जवाँ बेदार हैं
हुर्रियत की राह में मिटने को जो तय्यार हैं
आज फिर है बे-नियाम इस मुल्क की शमशीर देख
सोने वाले जाग अपने ख़्वाब की ता’बीर देख
इस तरह लरज़े में है बुनियाद-ए-ऐवान-ए-फ़रंग
खा चुके हैं मात गोया शीशा-बाज़ान-ए-फ़रंग
हुब्ब-ए-क़ौमी के तरानों से हवा लबरेज़ है
और तोपों की दनादन से फ़ज़ा लबरेज़ है
शोर गीर-ओ-दार का है फिर फ़ज़ाओं में बुलंद
आज फिर हिम्मत ने फेंकी है सितारों पर कमंद
फिर उमंगें आरज़ूएँ हैं दिलों में बे-क़रार
क़ौम को याद आ गया है अपना गुम-गश्ता वक़ार
नौजवानों के दिलों में सरफ़रोशी की उमंग
इश्क़ बाज़ी ले गया है अक़्ल बेचारी है दंग
आज फिर इस देस में झंकार तलवारों की है
कुछ निराली कैफ़ियत फिर देस के प्यारों की है
जो तवानाई इरादों में है कोहसारों की है
ज़र्रे ज़र्रे में निहाँ ताबिंदगी तारों की है
ये नज़ारा आह लफ़्ज़ों में समा सकता नहीं
आँख जो कुछ देखती है लब पे आ सकता नहीं
फ़त्ह-ए-नुसरत की दुआओं से हुआ मा’मूर है
नारा-ए-जय-हिंद से सारी फ़ज़ा मा’मूर है
मुझ को ऐ शाह-ए-वतन अपने इरादों की क़सम
जिन के सर काटे गए इन शाह-ज़ादों की क़सम
तेरे मरक़द की मुक़द्दस ख़ाक की मुझ को क़सम
मैं जहाँ हूँ उस फ़ज़ा-ए-पाक की मुझ को क़सम
अपने भूके जाँ-ब-लब बंगाल की मुझ को क़सम
हाकिमों के दस्त-परवर काल की मुझ को क़सम
लाल-क़िले के ज़वाल ओ शहर-ए-देहली की क़सम
मोहसिन-ए-देहली मआल-ए-शहर-ए-देहली की क़सम
मैं तिरी खोई हुई अज़्मत को वापस लाऊँगा
और तिरे मरक़द पे नुसरत-याब हो कर आऊँगा
तेग़-ए-हिन्दी जिस का लोहा मानता है इक जहाँ
जिस की तेज़ी की गवाही दे रहा है आसमाँ
तेग़-ए-हिन्दी जिस को मैं ने कर दिया है बे-नियाम
जिस का शेवा हुर्रियत-केशी जहाँगीरी है काम
जिस ने पूरी मुंसिफ़ी की आज तक दुनिया के साथ
ज़ुल्म की दुश्मन है जो इक ज़ुल्म-ए-बे-पर्दा के साथ
हर क़दम पर जिस ने बातिल को मिलाया ख़ाक में
जिस के साखों की अभी तक गूँज है अफ़्लाक में
आज फिर अपनी नज़र जिस की चमक से ख़ीरा है
जिस की ताबानी से रौशन इक जहान-ए-तीरा है
इक जज़ीरे के हसीं साहिल से जब टकराएगी
चैन से मुझ को भड़कती आग में नींद आएगी

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...