વૈક્કમ મુહમ્મદ બશીર, જેમણે બ્રિટિશરોના અંકુશમાંથી ભારત માતાની મુક્તિ માટેના સંઘર્ષમાં શસ્ત્રો તરીકે તેમની સાહિત્યિક કુશળતાનો ઉપયોગ કર્યો હતો, જેમનો જન્મ 1 જાન્યુઆરી, 1908 ના રોજ કેરળના ઉત્તર ત્રવનકોર જિલ્લામાં થલયોલા-પેરામ્બુ ગામમાં થયો હતો. તેમના વતનના ગામમાં તેમનું પ્રાથમિક શિક્ષણ પુરુ કર્યા પછી, તેઓ વૈક્કમ ખાતે અંગ્રેજી માધ્યમ શાળામાં જોડાયા, જ્યાં તેમણે 1924 માં પહેલી વાર મહાત્મા ગાંધીને જોયા. ત્યારથી, તેઓ સ્વદેશી ચળવળ તરફ આકર્ષાય છે અને ખાદી પહેરવાની શરૂઆત કરે છે. તેમણે રાષ્ટ્રીય ચળવળમાં જોડાવા માટે તેમનું અભ્યાસ છોડી દીધો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તે મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા માટે કોઝિકોડ પહોંચ્યા, જેના માટે તેમની ધરપકડ કરી નવ મહિના સુધી કેદ કરવામાં આવ્યા. પાછળથી, તેઓ બ્રિટીશરો સામેના સશસ્ત્ર સંઘર્ષ દ્વારા પ્રભાવિત થયા હતા. પરિણામે એન્ટી બ્રિટીશ ક્રાંતિકારી એક્ટિવિટીમાં જોડાયા. તેમની ભાગીદારીના પરિણામે, તેમણે લગભગ સાડા સાત વર્ષનો સમય અલગ અલગ જેલોમાં પસાર કરવો પડ્યો હતો. તેમણે લોકોમાં ક્રાંતિકારી વિચારધારા ફેલાવવા માટે એક અખબાર 'ઉજ્જીવનમ' શરૂ કર્યું. બ્રિટીશ ગવર્મેન્ટે ન્યૂઝ પેપર પર પ્રતિબંધ મૂક્યો અને 1931 માં તેમના વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જારી કર્યું હતું. પછી, બશીર ધરપકડને ટાળવા માટે ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. તેમણે લગભગ સાત વર્ષ ભૂગર્ભમાં વિતાવ્યો હતો, જ્યાં તેમના અસ્તિત્વ માટે વિવિધ સ્થળોએ વિવિધ કાર્યો કર્યા. તે 1937 માં પાછા ફર્યા અને તેમની પ્રવૃત્તિઓને તીવ્ર બનાવી. બ્રિટીશ સરકારે તેમને 'ખતરનાક વ્યક્તિ' જાહેર કર્યા અને તેમની 1941 માં ફરી ધરપકડ કરી. તેમણે ત્રણ મહિનાનો ટ્રાયલ જેલમાં ગાળ્યો. તે સમયગાળા દરમિયાન તેમણે પોલીસ અને જાહેર બાબતો વિશેનું તેમનું પ્રથમ પુસ્તકમાં તેમના લોકઅપના અનુભવોને વર્ણવ્યું હતું. ત્યારથી, તેમણે તેમની લેખન પ્રવૃત્તિ ચાલુ રાખી અને અનેક નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ વગેરે લખ્યા.વાચકોને તેમના સાહિત્યિક લેખનશૈલીથી પ્રભાવિત કરી તેમના દિલ જીતી શક્યા. તેમણે તેમના મોટાભાગના પુસ્તકો તેમના કેદ દરમિયાન જ લખ્યાં હતા. તેમના પુસ્તકો ઘણી ભારતીય ભાષાઓમાં અનુવાદિત કરવામાં પણ આવ્યા હતા. તેમણે તેમના સાહિત્યને વેચવા નવલકથાનો માર્ગ શરૂ કર્યો, જે સાહિત્યને લોકોના દિલોદિમાગમાં બેસાડવા વ્યક્તિગત રીતે ઘર-ઘર સુધી લઈ જાય છે. જ્યારથી તેમણે પોલીસના અત્યાચારની ટીકા કરી હતી અને બ્રિટીશની ગેરકાયદેસરતા દર્શાવી હતી, તેમના પુસ્તકો ઘણી વખત પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. બશીર દેશના વિભાજનના વિચારનો ભારપૂર્વક વિરોધ કરતા હતા. તેઓ સ્વતંત્રતા પછી તેમના સાહિત્યિક કાર્ય પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હતા. ભારતના ગવર્નન્સે 1982માં તેમના સાહિત્યિક પ્રયત્નો અને ભારતીય સ્વતંત્રતા ચળવળ તરફના તેમના યોગદાન માટે 'પદ્મશ્રી' થી સન્માનિત કર્યા હતા - લોકો દ્વારા તેમને 'બોઇપુર સુલ્તાન' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. વૈક્કમ મુહમ્મદ બશીર, સ્વતંત્રત સેનાની,મેન ઓફ લેટર્સ અને જનતાના માણસ, બોઇપુરમાં 5 જુલાઇ, 1994 ના રોજ અવસાન પામ્યા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment