નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં આઝાદ હિંદ ફોજમાં મહત્વની ભૂમિકા ભજવનાર કર્નલ ઇનાયત ખાન કિયાનીનો જન્મ રાવલપિંડીમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજા ગુલાબ ખાન હતું. ઇનાયત 'ગખર્સ' વંશના હતા, જેમણે પાકિસ્તાનમાં પોટર વિસ્તારમાં લગભગ સાતસો વર્ષ શાસન કર્યું હતું. તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં ઓફિસર હતા. જ્યારે તે બ્રિટિશ આર્મીના અધિકારી તરીકે પોતાની ફરજો નિભાવી રહ્યા હતા ત્યારે જાપાન-જર્મની સૈનિકો દ્વારા બ્રિટિશ દળોનો પરાજય થયો હતો. કિયાની બ્રિટિશ આર્મીના અન્ય ભારતીય અધિકારીઓ સાથે યુદ્ધ કેદી તરીકે પકડાયા હતા. તેમની અટકાયત દરમિયાન, તેઓ ક્રાંતિકારી નેતા રાસ બિહારી બોઝના માર્ગદર્શન હેઠળ કેપ્ટન મોહન સિંહની આગેવાની હેઠળની ઇંડિયન નેશનલ આર્મીમાં જોડાયા હતા. જ્યારે કેપ્ટન મોહન સિંહે ઇંડિયન નેશનલ આર્મીનું વિસર્જન કર્યું, ત્યારે જાપાન સાથેના મતભેદોને કારણે, તેમણે રાસ બિહારી બોઝની સલાહ પર ઇંડિયન નેશનલ આર્મીના સલાહકાર પરિષદના સભ્ય તરીકે કામ કર્યું. બાદમાં, INA માં ગાંધી રેજિમેન્ટના કમાન્ડર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી, જ્યારે INA નું નેતૃત્વ સુભાષ ચંદ્ર બોઝ દ્વારા હાથમાં લેવામાં આવ્યું. સુભાષચંદ્ર બોઝના ‘ચલો દિલ્હી’ના આહ્વાનનો જવાબમાં ઇનાયત ખાન મલાયાથી બર્મા યુદ્ધના મેદાનમાં પહોંચ્યા, જ્યાં તેઓ પોતાના સૈનિકોને વિજય તરફ દોરી ગયા. ઇનાયતના નેતૃત્વ હેઠળ ગાંધી રેજિમેન્ટ 2 મે, 1944ના રોજ પેલેલ એરપોર્ટ કબજે કરવામાં સફળ રહી હતી. અન્ય ત્રણ જીતમાં પણ તેમનો હિસ્સો રહ્યો હતો. તે યુદ્ધ દરમિયાન ઇન્ડિયન નેશનલ આર્મીએ ભારતીય વિસ્તારના 200 ચોરસ મીટર માઈલ વિસ્તાર કબજે કરી શકી હતી. ઈનાયતની સુભાષ ચંદ્ર બોઝ દ્વારા વ્યૂહરચના ઘડવામાં અને ઓચિંતો હુમલો કરવામાં તેમની ક્ષમતાઓ માટે પ્રશંસા કરવામાં આવી હતી અને આ રીતે, તેમને ઇંડિયન નેશનલ આર્મીની 'યુદ્ધ પરિષદ'માં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ, જ્યારે જાપાન આર્મીએ બીજા વિશ્વ યુદ્ધમાં આત્મસમર્પણ કર્યું હતું,ત્યારે ઇનાયતની આગેવાની હેઠળના સૈનિકોને બ્રિટિશ ભારતીય આર્મી દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા. બાદમાં, તેમને લાલ કિલ્લામાં આયોજિત ટ્રાયલ માટે પ્રતિવાદીઓના સાક્ષી તરીકે દિલ્હી ખાતે રજૂ કરવામાં આવ્યા હતા. પાછળથી, ઇનાયતે ઇંડિયન નેશનલ આર્મીના તેમના સાથીદારો અને તેમના પરિવારના સભ્યોના કલ્યાણ માટે પુનર્વસન અને નવીનીકરણ સમિતિના સભ્ય તરીકે કામ કર્યું. જ્યારે ભારતને આઝાદી મળી, ત્યારે કર્નલ ઇનાયત ખાન કિયાની,તેમના વતન પાછા ફર્યા, જ્યાં તેમણે પાકિસ્તાનની નવી રચાયેલી સરકારમાં વિવિધ ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments
Post a Comment